બનાસકાંઠા (પાલનપુર)16 મિનિટ પહેલા
- કૉપી લિંક

પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ખોડા લીમડા પાસે પાલનપુર પૂર્વ પોલીસે ખાનગી રહે બાકી હકીકતના આધારે જુમા મસ્જિદની પાછળના ભાગેથી જુગાર રમતા કેટલા ઈસમોને ઝડપી પાડ્યા છે. જેમાં પોલીસે પાંચ ઈસમોની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે.
પાલનપુરમાં જુમ્મા મસ્જિદ પાસે આવેલ એક મકાનની જુગાર ખેલાઈ રહ્યો હોવાની બાતમીના આધારે પૂર્વ પોલીસ મથક ની ટીમ એ જુગાર ધામ પર રેડ કરીને અહીં ગંજીપાના વડે પૈસાની હારજીત માટે તીન પત્તીનો જુગાર ખેલતા જાબીરભાઈ શબ્બીરભાઈ સોલંકી રહે, હાથીખાના ચોક પાલનપુર,મહંમદહનીફ ભીખાભાઈ મનસૂરી રહે, ઢાળવાસ પાલનપુર, કાદરખાન જાફરખાન બલોચ રહે, ખારાવાસ પાલનપુર,નદીમ સમસુદીન કુરેશી રહે, ખારાવાસ પાલનપુર,ગણેશભાઈ અંબાલાલ પ્રજાપતિ રહે.લક્ષ્મીનગર માનસરોવર રોડ પાલનપુર વાળા રૂ.17420 ની રોકડ રકમ સાથે ઝડપાઈ જતા કુલ મુદ્દામાલ સાથે અટકાયત કરવામાં આવી હતી તમામ ઈસમો સામે પૂર્વ પોલીસ મથકે જુગારધારા ની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો .