કાપોદ્રામાં જુગારધામ પર સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા,એક મહિલા સહિત ઝડપાયા તો 18 વોન્ટેડ, 22 લાખથી વધુનો મુદામાલ કબજે કરાયો | State monitoring cell raids on gambling den in Kapodra, 18 wanted including one woman arrested, more than 22 lakh worth of property seized | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • State Monitoring Cell Raids On Gambling Den In Kapodra, 18 Wanted Including One Woman Arrested, More Than 22 Lakh Worth Of Property Seized

સુરત3 મિનિટ પહેલા

  • કૉપી લિંક
કાપોદ્રામાં સ્ટેટ મોનીટરીંગ સેલે રેડ કરી જુગારધામ ઝડપી પાડ્યું - Divya Bhaskar

કાપોદ્રામાં સ્ટેટ મોનીટરીંગ સેલે રેડ કરી જુગારધામ ઝડપી પાડ્યું

સુરતના સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા મોટી રેડ પાડવામાં આવી હતી.કાપોદ્રા વિસ્તારમાં ચાલતા જુગારધામ પર ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડયા હતા.જેમાં એક મહિલા સહિત 38 લોકોની પોલીસે ધરપકડ કરવામાં આવી છે.પોલીસે રેડ દરમ્યાન 38 મોબાઈલ, બે કાર, 11 ટુવિલર એક રીક્ષા મળી કુલ 22.32 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. જયારે જુગાર રમાડનાર સહીત નાસી છૂટનાર 18 લોકોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

સુરતમાં સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા

ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલને માહિતી મળી હતી કે સુરતના કાપોદ્રા પોલીસ મથકની હદમાં આવેલા નાના વરાછા તાપી નદીના કિનારે ખાડી ફળિયા પાસે મોટું જુગાર ધામ ચાલી રહ્યું છે. મોટી સંખ્યામાં અહીં લોકો જુગાર રમી રહ્યા છે અને જુગાર રમાડવામાં આવી રહ્યો છે. આ માહિતીના આધારે ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલે અહીં દરોડો પાડ્યો હતો.અને મોટી કાર્યવાહી હથ ધરી છે.જેને લઈને અહીં અફરાતફરી મચી જવા પામી હતી.

સુરતમાં સ્ટેટ મોનીટરીંગ સેલની મોટી કાર્યવાહી

સ્ટેટ મોનીટરીંગ સેલે અહીંથી એક મહિલા સહીત 38 લોકોની ધરપકડ કરી હતી તેમજ સ્થળ પરથી 7.48 લાખની રોકડ, 38 મોબાઈલ,બે કાર, 11 ટુવિલર એક રીક્ષા તેમજ જુગાર રમાડવાના સાધનો જેવા કે પાથરણા, ચેર, પ્લાસ્ટિક ટુલ, પ્લાસ્ટિક ટેબલ વગેરે મળી કુલ 22.32 લાખનો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો છે.

18 લોકોને વોન્ટેડ જાહેર કર્યા

ગાંધીનગર સ્ટેટ મોરીટરીની સેલે અહીંથી એક મહિલા સહિત 38 લોકોની ધરપકડ કરી હતી. આ તમામ લોકોનો કબજો કાપોદ્રા પોલીસને સોંપવામાં આવ્યો છે. તેમજ અહીં જુગાર ચલાવનાર અને જુગાર રમવા આવનાર સહિત 18 લોકોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. આ સમગ્ર મામલે કાપોદ્રા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે. અને ઝડપાયેલા તમામ લોકોની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post