બોટાદ 181 તેમજ પોલીસ બેઇઝડ સપોર્ટ સેન્ટરે યુવતીને સાચું કાઉન્સેલિંગ આપ્યું; યુવતીએ નિર્ણયનો પસ્તાવો કર્યો અધિકારીનો આભાર માન્યો | BOTAD 181 as well as Police Based Support Center provided proper counseling to the girl; The girl regretted the decision and thanked the officer | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Botad
  • BOTAD 181 As Well As Police Based Support Center Provided Proper Counseling To The Girl; The Girl Regretted The Decision And Thanked The Officer

બોટાદ30 મિનિટ પહેલા

  • કૉપી લિંક

બોટાદ શહેરની 181 મહિલા હેલ્પલાઈન પર થર્ડ પાર્ટીનો એક કોલ આવેલો અને એક યુવતીને માનસિક ત્રાસ તેમજ શારીરિક રીતે હેરાન કરવામાં આવતી હોવાની ફરિયાદ આપવામાં આવી હતી. ફરિયાદ અંતર્ગત 181ના કાઉન્સેલર જલ્પા પરમાર, કોન્સ્ટેબલ સોનલ ઓળકીયા તેમજ પાયલોટ કુલદીપ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા. જ્યાં ઘટનાસ્થળ પર પીડિત યુવતી સાથે વાતચીત કરતા લગ્ન વગર તે યુવતી પોતાના પ્રેમી સાથે રહેવા માંગતી હોવાનું સામે આવ્યું છે. જે બાબતે કાઉન્સેલર દરમિયાન યુવતીને તેમના માતા પિતા પાસે રહેવાનું કહેતા અને સમજાવતા યુવતી દ્વારા તેમના પ્રેમી સાથે જ રહેવા બાબતની વાત કરતા ખૂબ લાંબા ગાળા સુધીના કાઉન્સેલિંગ બાદ યુવતીને એવું થયું કે ક્યાંકને ક્યાંક હું મારા નિર્ણય પર ભૂલ કરું છું અને આ ભૂલના કારણે મારુ તેમજ મારા પરિવારમાં માતા પિતા સહિત તમામની જિંદગી બરબાદ કરી રહી છું.

ત્યારે સતત કાઉન્સેલરની મદદથી અંતે યુવતીને એવું લાગ્યું કે મારો પ્રેમી સાથે રહેવાનો નિર્ણય ખોટો છે. મારે મારા માતા પિતા સાથે જ રહેવું જોઈએ જે બાબતની જાણ કાઉન્સેલર અધિકારીને જણાવતા તેમણે યુવતીના માતા પિતાને હકીકતની જાણ કરતા સમગ્ર મામલો થાળે પડ્યો હતો અને યુવતીના માતા પિતાને પણ કાઉન્સેલરના કાઉન્સેલિંગ દરમિયાન યુવતીને ખોટી રીતે હેરાન કરેલી ભૂલ બદલ કોઈ ઠપકો નહિ આપવા જણાવેલું હતું. જે સમગ્ર બાબત યુવતીના માતા પિતા દ્વારા સ્વીકારવામાં આવેલા અને આજે યુવતી પોતાના માતા પિતા સાથે ખુશીથી રહે છે અને આનંદ વ્યક્ત કરે છે. પ્રેમમાં લીધેલ નિર્ણય ખોટો હતો.

બોટાદ પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટના રીના વ્યાસ તેમજ રીંકલ મકવાણા દ્વારા અને 181 મહિલા હેલ્પ લાઈનના કાઉન્સેલર તેમજ મહિલા પોલીસ સ્ટેશનના આઈ.બી. જાડેજા સાહેબના સંયુક્ત માર્ગદર્શન હેઠળ આજે યુવતી ખૂબ ખુશ છે. યુવતીના પરિવારને દર પાંચ દિવસે ફોન કરી યુવતી સાથે તેમજ માતા પિતા સાથે વાતચીત કરી ખબર અંતર પૂછવામાં આવે છે. જે સંપૂર્ણ બાબતથી યુવતી આજે ખુશ છે અને તમામનો આભાર માની રહી છે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post