રાજકોટ26 મિનિટ પહેલા
- કૉપી લિંક
રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનની વેરા વસુલાત ઝુંબેશમાં આજે વધુ 14 મિલકત સીલ કરી 56ને ટાંચ જપ્તી નોટીસ આપવામાં આવી હતી. એક નળ કનેકશન કાપીને આજે રૂા.2 કરોડની વિક્રમી રીકવરી કરવામાં આવી છે. વોર્ડ નં.2માં જામનગર રોડ પર બે, એરપોર્ટ રોડ પર 3, અમરજીતનગરમાં 12 નોટીસ અપાઇ હતી, વોર્ડ નં.3ના પરસાણાનગર, વોર્ડ નં.4ના કુવાડવા રોડ પર સીલની કાર્યવાહી કરતા રીકવરી થઇ હતી.
માર્કેટીંગ યાર્ડ પાસે નળ જોડાણ કટ
વોર્ડ નં.5ના માર્કેટીંગ યાર્ડ રીંગ રોડ પર એક નળ કાપી આશ્રમ રોડ પર એક મિલકત સીલ કરાઇ હતી. વોર્ડ નં.6ના સંત કબીર રોડ, વોર્ડ નં.7ના યાજ્ઞિક રોડ પર બે અને પેલેસ રોડ પર ચાર મિલકત સીલ કરાઇ હતી. વોર્ડ નં.8ના કાલાવડ રોડ, વોર્ડ નં.9ના યુનિ. અને સાધુ વાસવાણી રોડ, વોર્ડ નં.10ના જલારામ પ્લોટ, વોર્ડ નં.11ના મવડી અને શાસ્ત્રીનગર, વોર્ડ નં.12ના 150 ફુટ રોડ ખાતે કાર્યવાહી કરવામાં આવી હતી.
સેન્ટ્રલ ઝોનમાં સૌથી વધુ આવક
વોર્ડ નં.13ના નવલનગર અને કૃષ્ણનગર, વોર્ડ નં.14ના સોરઠીયાવાડી, વોર્ડ નં.15ના જીઆઇડીસી અને શ્રીહરિ ઇન્ડ., વોર્ડ નં.16 અને 18ના કોઠારીયા અને ઢેબર રોડ પર નોટીસ, સીલ અને રીકવરીની કાર્યવાહી થઇ હતી. સેન્ટ્રલ ઝોનમાં સૌથી વધુ 1.31 કરોડની આવક થતા વેરાની કુલ આવક 294.51 કરોડે પહોંચી છે.