શહેરમાં 2 દિવસ માટે ગાડી ભાડે લઈ જઈ 2 મહિના સુધી ના આપતા છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ | A fraud complaint was registered after renting a car for 2 days in the city and not returning it for 2 months | Times Of Ahmedabad

અમદાવાદએક કલાક પહેલા

  • કૉપી લિંક

શહેરમાં ટ્રાવેલ્સનો ધંધો કરતા વ્યક્તિ લોકોને સેલ્ફ ડ્રાઈવ કરવા ગાડી ભાડે આપે છે ત્યારે અન્ય શહેરમાંથી 2 વ્યક્તિ સાથે આવીને 2 દિવસ માટે ગાડી ભાડે લઈ જવાનું કહી એડવાન્સ ભાડું આપીને 2 મહિના કરતા વધુ સમય થયો છતાં ગાડી પરત આપી ગયા નથી જે મામલે ટ્રાવેલ્સ માલિકે સેટરલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

વાસણા ગુપ્તાનગરમાં રહેતા ગૌરવ રાવલ સેટેલાઇટ ખાતે સેટેલાઇટ ખાતે ઓફીસ રાખી ટ્રાવેલ્સનું કામ કરે છે.ભાડે ગાડી સેલ્ફ ડ્રાઈવ કરવા માટે પણ તે આપે છે.22 જાન્યુઆરીએ તેમની ઓફિસે સુરતથી જતીન જોશી અને અકીલ કાસમણી નામના 2 શખ્સ આવ્યા હતા.આ બંને શખ્સોએ ગાડી ભાડે લેવા ઇન્કવ્યારી કરી હતી.2500 રૂપિયાના પ્રતિ દિન એમ 2 દિવસ માટે ગાડી ભાડે લીધી હતી.5000 એડવાન્સ ભાડા અને 5000 ડિપોઝીટ એમ કુલ 10000 રૂપિયા આપીને 3.50 લાખની ગાડી ભાડે લઈ ગયા હતા.

2 દિવસ બાદ તે ગાડી પરત આપવા ન આવ્યા જેથી ગૌરવભાઈએ ફોન કર્યો હતો પરંતુ કોઈએ ફોન ઉઠાવ્યો નહતો ત્યારબાદ બંને જણાઈ ફોન સ્વીચ ઓફ કરી દીધો. ગાડીમાં લગાવેલ gps નું લોકેશન પણ અલગ અલગ આવતું હતું ત્યારબાદ લોકેશન પણ બંધ થઈ ગયું હતું.2 મહિના કરતા વધુ સમય થયા છતાં ગાડી પરત ના આવતા પોતાની સાથે છેતરપીંડી થઇ હોવાની જાણ થતાં ગૌરવભાઈએ સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં જતીન અને અકીલ વિરુદ્ધ છેતરપીંડીની ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post