- Gujarati News
- Local
- Gujarat
- Vadodara
- In Vadodara, 2 Conmen Extorted 4.55 Lakhs By Luring Them To Get A Government House, Cheated 94 Lakhs By Taking A Loan From An Insurance Policy.
વડોદરા20 મિનિટ પહેલા
- કૉપી લિંક

પ્રતિકાત્મક તસવીર
વડોદરા શહેરમાં સરકારી મકાન અપાવવાની લાલચ આપી બે ભેજાબાજોએ 4 લોકો પાસેથી 4.55 લાખ પડાવ્યાની હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. જ્યારે બોગસ દસ્તાવેજો બનાવી, બોગસ સહીઓ અને બોગસ એકાઉન્ટ ખોલાવીને વીમા પોલીસી પરથી લોન લઈને ભેજાબાજ હર્ષ પટેલે 94 લાખની ઠગાઈ કરી છે.
સરકારી મકાન અપાવવાની લાલચ આપી
વડોદરાના વીઆઇપી રોડ પર આવેલા 374, જલારામનગરમાં રહેલા મણીબેન પ્રવિણભાઈ પરમારે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, મારા મામાના દીકરા રમેશ ધુળાભાઇ પરમાર અને તેના મિત્ર નિલકેશ કૃષ્ણકાંત દેસાઈએ વડોદરા મ્યુસિપલ કોર્પોરેશન વિસ્તારમાં સરકારી મકાન અપાવવાની લાલચ આપીને મારી સાઓથે 1,02,600 રૂપિયાની છેતરપિંડી કરી છે. નાણાં લીધા બાદ મકાન બાબતે પૂછતા નિલકેશ તેની ઓફિસ બંધ કરીને ભાગી ગયો હતો અને રમેશે પણ યોગ્ય જવાબો આપ્યા નહોતા. આ ઉપરાંત અમારા ત્રણ પાડોશીઓને પણ સરકારી મકાન અપાવવાની લાલચ આપીને તેમની સાથે છેતરપિંડી કરી છે. આમ કુલ 4,55,400 રૂપિયાની છેતરપિંડી આચરી છે. આ બંનેએ મકાનના કબ્જાની ખોટી પાવતીઓ પણ અમને આપી હતી. આ ઉપરાંત નાયબ કલેક્ટરની ખોટી સહીઓ કરીને ખોટા દસ્તાવેજો કરીને અમારી સાથે છેતરપિંડી કરી છે. આ મામલે હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
પોલીસી પર લોન લઈને 94 લાખની છેતરપિંડી
વડોદરાના અકોટા વિસ્તારમાં આવેલી 16, ચેતન સોસાયટીમાં રહેતા ઇલાબેન જીતેન્દ્રભાઈ શાહે ગોત્રી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, અમે મલય કારભારી પાસેથી મારા પતિ જીતેન્દ્ર શાહની 70 લાખની જીવન તરંગ પોલીસી લીધી હતી. મલય કારભારીની પુત્રી શ્વેતા કારભારીના કોડ હેઠળ પોલીસી લોગ ઇન થયેલી હતી. અમારે વિદેશ જવાનું હોવાથી મલયે તેના માણસ હર્ષ પટેલને પોલીસીના પ્રિમિયમનો ચેક લેવા અમારે ત્યાં મોકલ્યો હતો. આ સમયે હર્ષ પટેલે અસલ વીમા પોલીસી અને મારા પતિના આધાર કાર્ડની ઝેરોક્ષ માંગી હતી. મલય કારભારીને પૂછ્યા બાદ અમે ચેક, આધારકાર્ડની ઝેરોક્ષ અને અસલ વીમા પોલીસી આપી હતી. ત્યાર બાદ અમે વિદેશ જતા રહ્યા હતા.
હર્ષ પટેલે છેતરપિંડી કરી
વિદેશ ગયા બાદ મલય કારભારીનો મેસેજ આવ્યો હતો કે, તમારું પ્રિમિયમ ભરાયું નથી. ભારત પરત આવ્યા બાદ અમને ખબર પડી હતી કે, અમારી વીમા પોલીસી પર 60 લાખની લોન લેવામાં આવી છે. હર્ષ પટેલે બોગસ દસ્તાવેજો બનાવી, બોગસ સહીઓ અને બોગસ એકાઉન્ટ ખોલાવી છેતરપિંડી કરી હતી. આ ઉપરાંત બીજી પોલીસી પર હર્ષ પટેલે 34,11,189 લાખની લોન લઈ લીધી હતી. આમ હર્ષ પટેલે 94,11,189 લાખની છેતરપિંડી કરી હતી.