વલસાડ3 મિનિટ પહેલા
- કૉપી લિંક
રાજયમાં કોરોના સંક્રમણ વધતા ધુળેટી બાદથી વલસાડ જિલ્લામાં પણ કોરોના સંક્રમણમાં વધારો જોવા મળી રહ્યો છે. ગઈકાલે ધરમપુર તાલુકામાં કોરોનાએ એન્ટ્રી કર્યા બાદ આજે કપરાડા તાલુકામાં કોરોના સંક્રમિત દર્દીની એન્ટ્રી થતા તાલુકા અને જિલ્લાનું આરોગ્ય વિભાગ દોડતું થયું છે. વલસાડ જિલ્લામાં છેલ્લા 8 દિવસમાં 8 કોરોના સંક્રમિત દર્દીઓ જાહેર થયા છે. જે પૈકી ધુળેટી પર્વ કરવા વીરપુર અને સાંરંગપુર પ્રવાસે ગયેલા વૃદ્ધ સંક્રમિત જાહેર થયા બાદ આયુષ મંત્રાલય અને જિલ્લા આરોગ્ય વિભાગની સૂચના મુજબ જરૂરી સારવાર મેળવી આજરોજ કોરોનાને માટ આપી છે. જેથી જિલ્લામાં એક્ટિવ કેસનો આંક 7 ઉપર પહોંચ્યો છે.
ધુળેટી પર્વ બાદ રાજ્યમાં કોરોના સંક્રમણ વધતા જોઈને રાજ્ય આરોગ્ય વિભાગની ટીમે રાજયના તમામ જિલ્લાઓમાં લોકોને એલર્ટ કરવામાં આવ્યા હતા. જેને લઈને વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ એલર્ટ.બની હતી. જિલ્લાના કોવિડ ટેસ્ટિંગ સેન્ટર ઉપર શંકાસ્પદ લક્ષણો ધરાવતા લોકોના ટેસ્ટિંગ કરવામાં આવ્યા હતાં ગત રવિવારે ધુળેટી પર્વ મનાવવા વીરપુર અને સાંળંગપુર ખાતે પ્રવાસમાં ગયેલા એક 72 વર્ષીય વૃદ્ધને કોરોનાના સામાન્ય લક્ષણ જણાઈ આવતા કોરોના RTPCR ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં કોરોના સંક્રમિત જાહેર થયા હતા. ગત રવિવારથી વલસાડ તાલુકામાં 6 ધરમપુર અને કપરાડા તાલુકાના 1-1 મળી કુલ 8 સંક્રમિત દર્દીઓ જાહેર થયા હતા. જે પૈકી છેલ્લા 7 દિવસની સારવાર મેળવી ડિસ્ચાર્જ થયા હતાં