બોટાદ42 મિનિટ પહેલા
- કૉપી લિંક
જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા તા.26/3/23 રવિવારના રોજ દીનદયાળ ચોક, બોટાદ ખાતે રાહત દરે ચકલીના માળા, માટીના કૂંડા, મીની ચબૂતરા વિતરણનું સુંદર આયોજન કરવામાં આવ્યો હતો. જેનો લાભ મોટી સંખ્યામાં શહેરીજનોએ લીધો હતો.
પૃથ્વી પર હરિયાળા જંગલને બદલે સિમેન્ટ કોક્રેટના જંગલ વધી રહ્યા છે. જેથી ચકલીઓ લુપ્ત થતી જાય છે અને ચકલીને ઈશ્વરે વૃક્ષ પર માળો બાંધવાનું શીખડાવેલ નથી. ત્યારે આ અભિયાન દ્વારા જાગૃતિ આવે તેવા ઉમદા હેતુથી જાયન્ટ્સ સંસ્થા દ્વારા 2 હજાર ચકલીના માળા, 300 પાણી માટે માટીના કૂંડા અને 200 મીની ચબૂતરાનું રાહત દરે તબક્કાવાર વિતરણ કરાશે.
આજના દિને વિતરણ પ્રસંગે જાયન્ટ્સ ફેડરેશન 3 બી ના યુનિટ ડિરેક્ટર કેતન રોજેસરા, માધવજી માણીયા, દિલીપ ભલગામિયા, દીપક માથુકિયા, વિજય વાળા, મુકેશ જોટાણીયા, નસીર કલ્યાણી, મનસુર ખલ્યાણી, સંજય ઝાંઝરૂકીયા, પ્રકાશ ભીમાણી, જયદીપ પરમાર, રાજુ ઘનવાણિયા, પ્રિતુલ ગઢિયા, જયદીપ પરમાર હાજર રહ્યાં હતા.
આગામી તા.02/04/2023ના રોજ રવિવારે સવારે 9:00 થી 12 ગોકુલ મેડીકલ સામે, તાલુકા સેવા સદન પાસે, બોટાદ ખાતે ફરીથી રાહત દરે ચકલીના માળા, કૂંડા , મીની ચબૂતરાનું વિતરણ થનાર છે. જેનો લાભ લેવા વિનંતી…