ગાંધીનગરમાં આવતીકાલે એકસાથે 2 હજાર બાળકોને મંત્રૌષધિ સુવર્ણપ્રાશન સંસ્કાર કરાવી રેકોર્ડ બનાવાશે, આખું વર્ષ અભિયાન હાથ ધરવામાં આવશે | Tomorrow in Gandhinagar, 2 children will be given Mantraushadhi Suvarnaprashan Sanskar and a record will be made, the campaign will be conducted for the whole year. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • Tomorrow In Gandhinagar, 2 Children Will Be Given Mantraushadhi Suvarnaprashan Sanskar And A Record Will Be Made, The Campaign Will Be Conducted For The Whole Year.

ગાંધીનગર29 મિનિટ પહેલા

  • કૉપી લિંક

રાજકોટની સંસ્કૃતિ આર્ય ગુરુકુળ, ગાંધીનગર મહાનગર પાલિકા, જિલ્લા પંચાયત તેમજ જિલ્લા ભાજપા ડોકટર સેલના સંયુક્ત ઉપક્રમે એક વર્ષ સુધી દર મહિનાના પુષ્યનક્ષત્રના દિવસે 63 સ્કૂલ અને 111 આંગણવાડીના કુલ 174 સેન્ટર પર 18 હજાર બાળકોને મંત્રૌષધિ સુવર્ણપ્રાશન સંસ્કાર કરાવવામાં આવશે. જે અન્વયે આવતીકાલે ખોરજ ખાતેના પંચવટી ફાર્મ હાઉસમાં એક સાથે 2 હજાર બાળકોને મંત્રૌષધિ સુવર્ણપ્રાશન સંસ્કાર કરાવી રેકોર્ડ પણ સ્થાપિત કરવામાં આવશે.

જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે સુવર્ણપ્રાશન સંસ્કાર પુષ્યનક્ષત્રના દિવસે કરવું ઉત્તમ ગણાય છે.બાળકોના સર્વાંગી વિકાસમાં આ સંસ્કારની મહત્ત્વની ભૂમિકા હોવાનું મનાય છે. આપણે ત્યાં પુષ્ય નક્ષત્ર સાથે સોનાની ખરીદીની સંકલ્પના સંકળાયેલી છે. શરીરમાં લોહ, ચાંદી, સ્વર્ણ અને તાંબું આ દરેક ધાતુની જરૂર હોય છે. સોનાથી હૃદય સ્વસ્થ બને છે. આનાથી બાળકનો વર્ણ પણ વ્યવસ્થિત થાય છે.

સ્વર્ણ પ્રાશન બળવર્ધક, બુદ્ધિવર્ધક, અગ્નિવર્ધક, મેધાવર્ધક એટલે કે યાદશક્તિ વધારનાર છે. કોઈ દવા મહિનામાં એક જ વાર લેવાની હોય તો આયુર્વેદ મુજબ દવા લેવા માટેનું સૌથી સારું નક્ષત્ર પુષ્ય નક્ષત્ર માનવામાં આવે છે. જે અન્વયે આવતીકાલે એકસાથે બે હજાર બાળકોને સુવર્ણપ્રાશન સંસ્કાર કરાવવામાં આવશે.

ત્યારે આગામી એક વર્ષ દરમ્યાન સંસ્કૃતિ આર્ય ગુરુકુલ-રાજકોટ, ગાંધીનગર મહાનગરપાલિકા, ગાંધીનગર જિલ્લા પંચાયત તેમજ ગાંધીનગર મહાનગર અને જિલ્લા ભાજપ ડોક્ટર સેલના સંયુક્ત ઉપક્રમે દર મહિનાના પુષ્યનક્ષત્રના દિવસે 63 સ્કૂલ અને 111 આંગણવાડીના કુલ 174 સેન્ટર પર 18 હજાર બાળકોને મંત્રૌષધિ સુવર્ણપ્રાશન સંસ્કાર કરાવવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, સુવર્ણભસ્મ, મધ, આમળા, બ્રાહ્મી, વચા, શંખપુષ્પીના ઉપયોગથી મંત્રૌષધિ સુવર્ણપ્રાશન ઔષધ તૈયાર થાય છે. જે 0 થી 12 વર્ષના બાળકોમાં રોગપ્રતિકારકતા વધારે છે, માનસિક અને શારીરિક મજબૂતાઇ તેમજ શ્રવણશક્તિ ઉત્તમ બનાવવા સહિતના ફાયદા આપે છે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post