No results found

    માંજલપુરમાં ચમકાવવાના બહાને દાગીના લઇને 2 ગઠિયા ફરાર, VIP રોડ પર એક્ટિવા ચાલકે વૃદ્ધાને અડફેટે લીધી, નંદેસરીમાં બે જૂથ વચ્ચે મારામારી | 2 gangs abscond with jewelery on the pretext of flashing in Manjalpur, Activa driver hit old man on VIP road, fights between two groups in Nandesari | Times Of Ahmedabad

    • Gujarati News
    • Local
    • Gujarat
    • Vadodara
    • 2 Gangs Abscond With Jewelery On The Pretext Of Flashing In Manjalpur, Activa Driver Hit Old Man On VIP Road, Fights Between Two Groups In Nandesari

    વડોદરાએક કલાક પહેલા

    • કૉપી લિંક
    પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar

    પ્રતિકાત્મક તસવીર

    વડોદરા પાસે આવેલા નંદેસરી ગામમાં બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી. આ મામલે બંને જૂથે નંદેસરી પોલીસ સ્ટેશનમાં સામસામે ફરિયાદ નોંધાવી હતી. નંદેસરી પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત વડોદરાના માંજલપુરમાં ચમકાવી આપવાના બહાને વૃદ્ધા પાસે સોનાના દાગીના લઈને ગઠિયાઓએ ફરાર થઈ ગયા હતા અને વડોદરાના VIP રોડ પર એક વૃદ્ધાને ટક્કર મારીને એક્ટિવા ચાલક મહિલા ભાગી ગઈ હતી.

    તમારા દિકરાને કેટલાક લોકો મારે છે
    વડોદરા તાલુકાના નંદેસરી ગામમાં આવેલી મોતી શિવાની ચાલીમાં રહેતા વિક્રમભાઇ મોતીભાઇ ગોહિલ(ઉ.42)એ નંદેસરી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, રાત્રે 10 વાગ્યાની આસપાસ હાઉસિંગના મકાનમાં રહેતો એક અજાણ્યો વ્યક્તિ દોડતો દોડતો આવ્યો હતો અને મને જણાવ્યું હતું કે, તમારા દિકરા યુવરાજસિંહને અંબે માતાના મંદિરવાળી ગલીમાં રોડ પર કેટલાક લોકો માર મારે છે. જેથી હું અને મારા ભત્રીજાઓ સહિતના લોકો દોડી ગયા હતા. આ સમયે અનિરૂદ્ધસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ, હિતેશસિંહ દિલીપસિંહ રાઉલજી, અમન દલપતભાઈ રાવ અને રાજદીપ દલપતભાઈ રાવ ગંદી ગાળો આપીને મારા દિકરાને માર મારતા હતા.

    અમન રાવના હાથમાં લાકડી હતી. જેથી અમે મારા દિકરાને બચાવવા માટે વચ્ચે પડ્યા હતા. આ દરમિયાન આ લોકોએ મને મારા ભત્રીજા પ્રતિક અને વિષ્ણુ તેમજ મારા મિત્રના દિકરા મયુર ડાભીને ગડદા પાટુનો માર માર્યો હતો અને અમન રાવે મને લાકડી બરડાના ભાગે મારી હતી અને ગાળો બોલતા બોલતા જતા રહ્યા હતા. આ મામલે નંદેસરી પોલીસે અનિરૂદ્ધસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ, હિતેશસિંહ દિલીપસિંહ રાઉલજી, અમન દલપતભાઈ રાવ અને રાજદીપ દલપતભાઈ રાવ સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

    તમે કેમ ગાળો બોલો છો
    વડોદરા તાલુકાના નંદેસરી ગામમાં આવેલા સર્વોદયનગર ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા અમનકુમાર દલપતભાઇ રાવ(ઉ.20)એ નંદેસરી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, હું અને મારો મોટો ભાઇ રાજદીપ રાવ બાઇક લઈને ઘરે જઈ રહ્યા હતા. આ સમયે નંદેસરી ગામમાં અંબે માતાના મંદિરથી થોડું આગળ જતા નંદેસરી ગામની મોતી શીવાની ચાલીમાં રહેતા જયેશ નટુભાઇ ગોહિલ, વિક્રમ મોતીભાઇ ગોહિલ, દિલીપ ફતેસિંહ ગોહિલ, વિષ્ણુ સુરેશબાઇ ગોહિલ, વિમલ સુરેશભાઇ ગોહિલ, અને ભુપેન્દ્ર અમરસિંહ ગોહિલ અને બીજા અન્ય ઇસમો ઉભા હતા.

    તેઓએ મને અને મારા ભાઈને ગંદી ગાળો બોલી હતી. જેથી મારા ભાઈએ બાઇક ઉભી રાખી હતી અને એ લોકોને કહ્યું હતું કે, તમે કેમ ગાળો બોલો છે. જેથી આ લોકોએ ભેગા મળીને મને અને મારા ભાઈને લોખંડની પાઇપ અને લાકડી વડે માર માર્યો હતો. જેમાં અમે બંને ભાઇઓ ઇજાગ્રસ્ત થયા હતા. આ મામલે નંદેસરી પોલીસે જયેશ નટુભાઇ ગોહિલ, વિક્રમ મોતીભાઇ ગોહિલ, દિલીપ ફતેસિંહ ગોહિલ, વિષ્ણુ સુરેશબાઇ ગોહિલ, વિમલ સુરેશભાઇ ગોહિલ, અને ભુપેન્દ્ર અમરસિંહ ગોહિલ સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

    ચમકાવી દેવાના બહાને દાગીના પડાવ્યા
    માંજલપુર વિસ્તારમાં આવેલા અલવાનાકા પાસે આવેલા મનહરનગર-01માં રહેતા ચંપાબેન રણછોડભાઇ ગાંધી (ઉ.80)એ માંજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, 17 માર્ચના રોજ મારો પુત્ર લોકેશચંદ્ર અને પુત્રવધુ અનસોયા સવારે 10 વાગ્યે નોકરી પર જવા નીકળી ગયા હતા. તે સમયે હું અને મારો 18 વર્ષનો પૌત્ર ઘરમાં હાજર હતા. મારો પૌત્ર મકાનના પહેલા અભ્યાસ કરતો હતો. તે સમયે આશરે પોણા બારેક વાગ્યે બે છોકરાઓ મારા ઘરે આવ્યા હતા અને તેઓએ મને કહ્યું હતું કે, તમે હાથમાં પહેરેલી બંગડી કાઢી આપો, હું ચમકાવી આપુ. જો કે, મેં બંગડી આપી નહોતી. પરંતુ કાનમાં પહેરેલી સોનાની બુટ્ટી તથા સોનાની હેર તેને કાઢી આપી હતી.

    બંને છાકરાઓએ મારી પાસે ડબ્બો માંગ્યો હતો અને તે ડબ્બામાં સોનાની બુટ્ટી અને હેર મૂકી દીધી હતી અને ગેસ ચાલુ કરીને તેની પર ડબ્બો મૂકી દીધો હતો. તે સમયે મારો પૌત્ર દોડીને નીચે આવી ગયો હતો અને મને કહ્યું હતું કે, આ શું ગરમ કરે છે? જેથી બે છોકરાઓએ કહ્યું હતું કે, આ લીક્વીડની ઓફર છે. તેમ કરીને અમારી નજર ચુકવીને 15 હજારની કિંમતની 3 ગ્રામની સોનાની બુટ્ટી અને 15 હજારની કિંમતની 3 ગ્રામની સોનાની હેર લઈને ભાગી ગયા હતા. આ મામલે વૃદ્ધાએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં બે અજાણ્યા ગઠિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે.

    એક્ટિવા ચાલક મહિલાએ વૃદ્ધાને અડફેટે લીધી
    વડોદરાના ખોડિયારનગર ચાર રસ્તા પાસે આવેલા અમરનગર વિભાગ-1માં રહેતા જમનાબેન લક્ષ્મણભાઈ વણકર(ઉ.72)એ હરણી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, હું મારા ઘરેથી રિક્ષામાં બેસીને VIP રોડ પર આવેલી SBIની શાખામાં મારા પતિના પેન્શનના રૂપિયા લેવા માટે ગઈ હતી અને ત્યાંથી બેંકનું કામ પતાવીને રોડ પર ઉભી હતી. તે વખતે એક્ટિવા ચાલક (GJ-06-NA-3265) મહિલા પૂરપાટ ઝડપે આવી હતી અને મને ટક્કર મારીને ભાગી ગઈ હતી. જેથી મને હાથ, ચહેરા અને આંખના ભાગે ઇજાઓ પહોંચી હતી. જેથી 108 મારફતે મને સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. જ્યાં મારી સારવાર ચાલુ છે. વૃદ્ધ મહિલાએ એક્ટિવા ચાલક અજાણી મહિલા સામે હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

    અન્ય સમાચારો પણ છે…

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال