No results found

    જુનારાજ ગામમાંથી બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો; નર્મદા જિલ્લામાં બે અલગ-અલગ જગ્યાએ ઝેરી દવા પી આપધાતના કિસ્સા | A man was caught with a gun from Junaraj village; Cases of poison poisoning at two different places in Narmada district | Times Of Ahmedabad

    નર્મદા (રાજપીપળા)એક કલાક પહેલા

    • કૉપી લિંક

    નર્મદા જિલ્લા SOGએ બંદૂક સાથે એક શખ્સને ઝડપ્યો
    નર્મદા જિલ્લામાં એસ.ઓ.જી. ટીમ સતત વોચમાં રહી સારી કામગીરી કરી રહી હોય જેમાં હોટલ, ગેસ્ટ હાઉસ કે કારખાના સહિતના એકમોના સંચાલકો સામે પણ કાયદેસર પગલાં લેવાઈ રહ્યા છે. ત્યારે હાલમાં નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના જૂનારાજ ગામમાંથી બંદૂક સાથે એક શખ્સને ઝડપી ગુનો દાખલ કર્યો છે.

    મળતી માહિતી અનુસાર, એસ. ઓ.જી નર્મદાના પીઆઈની સૂચના મુજબ અને હેડ કોન્સ્ટેબલ મનોજ શરણનાઓની ફરિયાદ મુજબ બાતમીના આધારે જુણારાજ ગામમાં રેડ કરતા ત્યાંથી ભુલા વસાવાએ પોતાના કબજાના રહેણાંક ઘરમાં ગે.કા. રીતે એક ડબલ બેરેલ બિજ મઝલ લોડર બંદુક 5 હજાર રૂપિયાની રાખી રેડ દરમિયાન પકડાઈ જઈ ગુનો કર્યો હોવાથી એસ.ઓ.જી નર્મદાએ ભુલાભાઈ વસાવાને બંદૂક સાથે પકડી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

    બે અલગ-અલગ જગ્યાએ ઝેરી દવા પી આપધાતના કિસ્સા
    નર્મદા જિલ્લામાં ઝેરી દવા પીવાની ઘટના પણ વધુ બની રહી છે. ત્યારે હાલમાં ડેડીયાપાડા તાલુકાના માથાસર ગામની વધુ એક મહિલાએ ઝેરી દવા પી જીવનનો અંત આણ્યો છે. જ્યારે ગરુડેશ્વર તાલુકાના ભાણદ્દા ગામના યુવાને પણ ઝેરી દવા પી લેતા સારવાર હેઠળ છે.

    પ્રાપ્ત વિગતો અનુસાર, ઉર્મિલાબેન વસાવાએ રાત્રિના સમયગાળા દરમિયાન પોતાના પિયર કાંદા ગામે અગમ્ય કારણસર મનમાં ખોટું લાગવાથી ઝેરી દવા પી લીધી હતી. ત્યારબાદ તેઓને પ્રથમ સારવાર માટે સરકારી હોસ્પિટલ ડેડીયાપાડા ખાતે ત્યારબાદ વધુ સારવાર માટે રાજપીપળા સરકારી હોસ્પિટલ ખાતે દાખલ કર્યા હતા. ત્યાંથી વધુ સારવાર માટે રીફર કરતા ગઈ રોજ એસ.એસ.જી હોસ્પિટલ વડોદરા ખાતે દાખલ કર્યા હતા અને તેમનું આજરોજ સારવાર દરમિયાન મોત થતાં ડેડીયાપાડા પોલીસે તપાસ હાથ ધરી છે.

    અન્ય સમાચારો પણ છે…

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال