આણંદ અમૂલ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં રૂ.20નો વધારો કર્યો,સભાસદ પશુપાલકોને 2લાખના અકસ્માત વિમાનો પણ લાભ અપાયો | Anand Amul Dairy increased the purchase price of milk by Rs.20, the Sabhasad herdsmen were also given the benefit of 2 lakh accident planes | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Anand Amul Dairy Increased The Purchase Price Of Milk By Rs.20, The Sabhasad Herdsmen Were Also Given The Benefit Of 2 Lakh Accident Planes

આણંદ10 મિનિટ પહેલા

  • કૉપી લિંક

આણંદ અમૂલ ડેરી દ્વારા સવા વરસમાં સતત પાંચમી વખત દૂધ ખરીદીમાં રૂ.20નો વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત દૂધ ભરતા તમામ સભાસદોને રૂ.2 લાખનો અકસ્માત વિમો પણ આપવામાં આવશે. જેનું પ્રિમિયમ અમૂલ ડેરી દ્વારા ભરવામાં આવશે. આ નિર્ણયની અમલવારી 1લી એપ્રિલ,23ના રોજથી કરવામાં આવશે.

આણંદ અમૂલ ડેરીના ચેરમેન વિપુલભાઈ પટેલે જણાવ્યું હતું કે, ડેરી દ્વારા 1લી એપ્રિલ,23 સવારથી દૂધ ઉત્પાદકોને ચૂકવવામાં આવતા દૂધના ખરીદ ભાવમાં પ્રતિકિલો ફેટે રૂપિયા 20નો વધારો કરવામાં આવશે. આમ, દૂધના ખરીદ ભાવમાં પ્રતિકિલો ફેટે રૂ.800થી વધારી 820 આપવામાં આવશે. આ નિર્ણયને લીધે અમૂલ ડેરી સાથે સંકળાયેલા આણંદ, ખેડા અને મહિસાગર જિલ્લાના ચાર લાખથી વધુ પશુપાલકોને ફાયદો થશે.અમૂલ નિયામક મંડળના આ નિર્ણયથી પશુપાલક સભાસદોમાં ખુશીઓ મ્હેકી ઉઠી હતી.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, લીલા – સૂકા ઘાસચારામાં થયેલા ભાવ વધારાથી પશુપાલકોને ખૂબ જ મુશ્કેલી ઉભી થઇ છે. જેને ધ્યાનમાં લઇ અમૂલ ડેરી દ્વારા દૂધના ખરીદ ભાવમાં પ્રતિકિલો ફેટે રૂ.20નો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. જે મુજબ ભેંસના રૂ.1.24થી 1.44 રૂપિયા પ્રતિ લીટર તેમજ ગાય દૂધમાં 0.84થી 0.90 રૂપિયા પ્રતિ લીટરનો વધારો થયો છે.

જોકે, સૌથી મહત્વપૂર્ણ નિર્ણય સભાસદોના અકસ્માત વિમાને લઇ જાહેર કરવામાં આવ્યો હતો. એપ્રિલ-2023થી તમામ કાર્યરત દૂધ ભરનારા સભાસદને રૂ.2 લાખનો અકસ્માતથી થતાં મૃત્યુ સામે વિમો આપવામાં આવશે. જેનું સો ટકા પ્રિમિયમ અમૂલ ડેરી દ્વારા ભરવામાં આવશે. આ યોજના અંતર્ગત સભાસદની કાયમી અપંગતાને પણ આવરી લેવામાં આવી છે. જે સભાસદનું અકસ્માતમાં મૃત્યુ થાય તો 2 લાખ રૂપિયા સાથે તેમના બે બાળકો સુધી પ્રતિ બાળક રૂ.દસ હજાર ચુકવવામાં આવશે. આમ, આ યોજના અંતર્ગત દૂધ ભરનારા સભાસદના પરિવારને અંદાજીત રૂ.2 લાખ 20 હજાર સુધીની આર્થિક સહાય કરવામાં આવશે. જો સભાસદને કાયમી અપંગતા સર્જાય તો પણ રૂા. બે લાખની આર્થીક સહાય કરવામાં આવશે. આ યોજના થકી હાલમાં અંદાજીત 4.26 લાખથી વધુ કાર્યરત દૂધ ભરતા સભાસદોને આવરી લેવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم