Friday, March 10, 2023

ભચાઉથી 20 કિલોમીટર દૂર 3.2ની તિવ્રતાનો ભૂંકપનો વધુ એક આંચકો નોંધાયો, લોકોમાં ભય ફેલાયો | Another earthquake of 3.2 magnitude struck 20 km from Bhachau, fear spreading among people | Times Of Ahmedabad

કચ્છ (ભુજ )39 મિનિટ પહેલા

  • કૉપી લિંક

પૂર્વ કચ્છના ભચાઉ પાસે સપ્તાહમાં બીજી વખત ધરા ધ્રુજવાની ઘટના સામે આવી છે. ગત તા. 8ના ભચાઉથી 10 કિલોમીટર દૂર મધ્યરાત્રીએ 3.42 મિનિટે 3.3ની તિવ્રતા ધરાવતો આફ્ટરશોક નોંધાયા બાદ આજે સાંજે 7.1 મિનિટે તાલુકા મથકથી 20 કિલોમીટર દૂર 3.2ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો ગાંધીનગર સ્થિત સીસ્મોલોજી કચેરી ખાતે નોંધાયો છે.

વાગડ ફોલ્ટ લાઈન પર સતત આવતા રહેતા આફ્ટરશોકના કારણે આંચકાની સંખ્યમાં વધારો થયો છે. જોકે, અવિરત આવતા આંચકોથી વાગડ વિસ્તારમાં ખાસ કોઈ નુકસાનીના અહેવાલ મળ્યા નથી. ભૂંકપ ઝોન 5માં આવતા કચ્છ જિલ્લામાં ધરતીકંપના આંચકાનો સીલસીલો આજ દિન સુધી યથાવત રહ્યો છે. ખાસ કરીને છેલ્લે આવેલા વર્ષ 2001ના મહા ભૂંકપ બાદ આફ્ટરશોકથી કચ્છ અને વાગડની ભૂમિ સતત ધ્રુજી રહી છે. અલબત્ત આજે સાંજે આવેલા વધુ એક આંચકાએ સ્થાનિક લોકોમાં ગભરાટ ફેલાવી દીધો હતો.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: