રાજકોટમાં કટલેરીના વેપારીને પૂર્વ કર્મચારીએ જ લૂંટ્યા, લવરમુછિયા લૂંટારુઓએ 20 દિવસ સુધી રેકી કરી હતી, પોલીસ તપાસમાં ખુલાસો | Cutlery dealer in Rajkot was robbed by ex-employee along with 9 cigars, 3 turned out to be children!, all arrested | Times Of Ahmedabad

રાજકોટએક કલાક પહેલા

  • કૉપી લિંક
પૂર્વ કર્મચારીએ 20 દિવસ પહેલાં પોતાના મિત્રોને લૂંટની ટીપ આપી હતી - Divya Bhaskar

પૂર્વ કર્મચારીએ 20 દિવસ પહેલાં પોતાના મિત્રોને લૂંટની ટીપ આપી હતી

રાજકોટ શહેરના કાલાવડ રોડ પર વોકહાર્ટ હોસ્પિટલ સામે ન્યૂ સૂર્યોદય સોસાયટીમાં રહેતા કટલેરીના વેપારીની આંખમાં મરચાંની ભૂકી છાંટીને ડીકીમાં રાખેલા બે લાખની રોકડ સહિતના સ્કૂટરની કરેલી લૂંટનો ભેદ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી નાખ્યો છે. ભોગ બનનાર વેપારીની દુકાનમાંથી દોઢ માસ પહેલાં જ છૂટ્ટા કરી દેવાયેલા પૂર્વ કર્મચારીએ 20 દિવસ પહેલાં પોતાના મિત્રોને લૂંટની ટીપ આપી હતી. વેપારીના દુકાનથી ઘર સુધીના રૂટની 20 દિવસ સુધી રેકી કર્યા બાદ શનિવારે રાતે લૂંટને અંજામ આપ્યો હતો.

નાની ઉમરમાં જ નશાના રવાડે ચડી ગયા
પોલીસે ત્રણ બાળ આરોપી સહિત 9 શખસની ધરપકડ કરી 1.97 લાખ રોકડા, ત્રણ ટુ-વ્હીલર અને 6 મોબાઇલ ફોન સહિત કુલ રૂપિયા 3.56 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. લૂંટમાં પકડાયેલા તમામ આરોપીઓ 16 થી 20 વર્ષની ઉંમરના છે. નાની ઉમરમાં જ નશાના રવાડે ચડી ગયેલી લબરમૂછીયાઓએ ટોળકી બનાવીને લૂંટનો માસ્ટર પ્લાન બનાવ્યો હતો પરંતુ પહેલા જ ગુનામાં પકડાઇ ગયા હતા.

ત્રણ ટુ-વ્હીલર મળી આવ્યા

ત્રણ ટુ-વ્હીલર મળી આવ્યા

2 લાખ લઈને જતા હતા
રાજકોટના કાલાવડ રોડ પર વોકહાર્ટ હોસ્પિટલ સામેની રોડ પર ન્યુ સુર્યોદય સોસાયટીમાં રહેતા અને લાખાજીરાજ રોડ પર રણછોડરાયજી કટલેરી નામથી કટલેરીનો હોલસેલનો વેપાર કરતા જીતેન્દ્રભાઈ રણછોડભાઈ દુધાત્રા શનિવારે રાથે દુકાનેથી વેપારના આશરે 2 લાખ એક બેગમાં નાખી બેગ તેના એક્ટિવાની ડીકીમાં મૂકીને ઘરે જવા રવાના થયા હતા.

CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ
ન્યુ સૂર્યોદય સોસાયટી મેઈન રોડ પરથી ઘર તરફ જઈ રહ્યા હતા. ત્યારે રસ્તા વચ્ચે ઉભેલા બે અજાણ્યા લૂંટારૂઓએ તેને આંતરી આંખમાં મરચાની ભૂકી છાંટી દેતા તે એક્ટિવા પરથી નીચે પડી જતાં બંને શખસ તેનું એક્ટિવા કે જેમાં વેપારના બે લાખ રોકડ હતી તે લઈ વોકહાર્ટ હોસ્પિટલ તરફ ભાગ્યા હતા. આંખમાં બળતરા થઇ રહી હોવા છતાં વેપારીએ આરોપીઓનો પીછો કરવા પ્રયાસ કર્યો હતો. લૂંટનો ભેદ ઉકેલવા માલવીયાનગર પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરી હતી.

DCP ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલ

DCP ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલ

9ની ધરપકડ કરી
વેપારીની દુકાનમાં કામ કરતા અને અગાઉ છૂટ્ટા કરી દેવાયેલા કર્મચારીઓની યાદી બનાવી એ દિશામાં પણ તપાસ કેન્દ્રિત કરી હતી. આરોપીઓ લૂંટ સમયે મોબાઇલથી સતત કોઇના સંપર્કમાં હોવાથી લૂંટમાં જાણભેદુની સંડોવણીની શંકા દ્રઢ બની હતી. તેમજ વેપારીની દુકાનમાં અગાઉ કામ કરતા પોપટપરાના વિનોદ ધરમશી ગેડાણી (ઉ.વ.19) બહાના બનાવીને વારંવાર રજા રાખતો હોવાથી તેને દોઢ માસ પૂર્વે નોકરીમાંથી છૂટ્ટો કરી દીધો હોવાની વિગત મળતા વિનોદને અટકાયતમાં લઇને પૂછપરછ કરતા ગલ્લા તલ્લા બાદ તેણે મિત્રોની મદદથી લૂંટને અંજામ આપ્યાની કબૂલાત આપી હતી. કબૂલાતના આધારે પોલીસે લૂંટમાં સામેલ ત્રણ બાળ આરોપી સહિત કુલ 9ની ધરપકડ કરી હતી.

રૂટની રેકી કરી હતી
લૂંટનો માસ્ટર માઇન્ડ વિનોદ ગેડાણી અગાઉ ફરિયાદીની દુકનમાં નોકરી કરતો હોવાથી વેપારી દરરોજ રાતે વેપારના નાણા સ્કૂટરની ડીકીમાં મૂકને ઘરે જતાં હોવાની માહિતી હતી. 20દિવસ પહેલાં જૂના શેઠને લૂંટવાનો નિર્ણય કરીને મિત્ર લાલજી ઉર્ફે લાલો, દિવ્યેશ વાવેશા અને જયસુખ ઉધરેજા તથા એક બાળ આરોપીને લૂંટની જૈમ આપી હતી. આથી વિનોદ સિવાયના ચારેયએ વેપારીના દુકાનથી ઘર સુધીના રૂટની રેકી કરી હતી.

1.97 લાખ રોકડા અને 6 મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 3.56 લાખનો મુદ્દામાલ કબજે

1.97 લાખ રોકડા અને 6 મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 3.56 લાખનો મુદ્દામાલ કબજે

બાઇકમાં વેપારીનો પીછો શરૂ કર્યો
રેક અને લૂંટને અંજામ આપવા વધુ માણસો જરૂરી છે એમ જણાતા મુસ્તાક, આર્યન અને વધુ બે બાળ આરોપીને લૂંટની યોજનામાં સામેલ કર્યા હતા. બનાવની રાતે મુસ્તાક, આર્યન અને એક બાળ આરોપી વેપારીની દુકાન સામે વોચમાં ઉભા રહી મોબાઇલથી સંપર્કમાં હતા. વેપારી દુકાન બંધ કરીને નિકળ્યા એટલે જયસુખ તથા અન્ય એક બાળ આરોપી બાઇકમાં વેપારીનો પીછો શરૂ કર્યો.

વેપારીનું સ્કૂટર લઇને પલાયન થઇ ગયા
વેપારી ઘર પાસે પહોંચ્યા એ અંગે ઘર પાસે અગાઉથી વોચમાં રહેલા લાલજી, દિવ્યેશ અને ત્રીજા બાળ આરોપીને ફોનથી જાણ કરી દેતા લાલજી અને બાળ આરોપી રોડ વચ્ચે ઉભા રહી વેપારીનું સ્કૂટર ઉભું રખાવ્યું, વેપારી કંઇ સમજે એ પહેલાં બાળ આરોપીએ વેપારીની આંખમાં મરચાંની ભૂકી છાંટી દેતા વેપારી સ્કૂટર પરથી પી ગયા એ સાથે બાઇકમાં રાખેલા રોકડ સાથેનું વેપારીનું સ્કૂટર લઇને પલાયન થઇ ગયા હતા

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post