ઝઘડિયાના 200 ખેડૂતોને વર્મી કમ્પોસ્ટ ખાતર બનાવવા માટેના સાધન સામગ્રી તથા સંપૂર્ણ તાલીમ અને માર્ગદર્શન અપાયું | 200 farmers of Vangari were given complete training and guidance with tools and materials for making vermicompost | Times Of Ahmedabad

ભરૂચ43 મિનિટ પહેલા

  • કૉપી લિંક

વર્તમાન સમયમાં ખેતી માં ખેડૂતો દ્વારા રાસાયણિક ખાતરો તેમજ જંતુનાશક દવાઓનો વધુ પડતો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેના કારણે ખેડૂતોની જમીન જળ સ્તળ તથા આબોહવા બગડી રહી છે અને તેની સીધી અસર ખેડૂતોના પાક પર અને જનજીવન પણ પડી રહી છે. ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે અને વર્મી કમ્પોસ્ટ ખાતર જાતે બનાવે અને તેનો વ્યાપ વધે તેવા શુભ આશયથી ઝઘડિયા જીઆઇડીસી ની બિરલા સેન્ચ્યુરી કંપની દ્વારા ઝઘડિયા તાલુકાના 200 જેટલા ખેડૂતોને વર્મી કમ્પોસ્ટ બનાવવાની કીટ અને તેને જરૂરી સાધન સામગ્રી તથા દેવ ફાઉન્ડેશન દ્વારા ખેડૂતોને સંપૂર્ણ તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે, તેને લગતા એક કાર્યક્રમમાં આજરોજ કંપની દ્વારા ઝઘડિયા નાયબ કલેકટરની ઉપસ્થિતિમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અને વર્મી કમ્પોસ્ટ ખાતરથી થતા ફાયદા માટે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ફુલવાડી, સેલોદ, કપલસાડી, ગોવાલી, સરદારપુરા, નાનાસાજાં, ઉચેડિયા, તલોદરા, વખતપુરા વિગેરે ગામોના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા, આ બાબતે ખેડૂતોએ જણાવ્યું હતું કે કંપની દ્વારા જે પ્રાકૃતિક ખેતી અને વર્મી કમ્પોસ્ટ ખાતર બાબતે સહયોગ કર્યો છે જેના કારણે ખેડૂતોને તેની સારી ઉપજ મળી રહી છે, વર્મી કમ્પોસ્ટ ખાતરથી તેમના ખેતરો પણ સુધરી રહ્યા છે, ઉત્પાદન પણ વધી રહ્યું છે, આ ઉપરાંત વર્મી કમ્પોસ્ટ ખાતરના ઉપયોગથી પાકમાં રોગ પણ આવતો નથી તેમ જણાવ્યું હતું. આ બાબતે બિરલા સેન્ચ્યુરીના વિજય શેઠીયા એ જણાવ્યું હતું કે બિરલા સેન્ચ્યુરી કંપની ફક્ત વ્યાપાર નથી કરતી પરંતુ સામાજિક સ્તળ ઊંચું લાવવાનો પણ પ્રયાસ કરે છે, કંપની તેમની આજુબાજુ રહેતા લોકો નો વિચાર કરે છે, છેલ્લા ત્રણ વર્ષમાં કંપની દ્વારા ૧૩ કરોડથી વધુના સીએસઆર એક્ટિવિટી હેઠળ કામ કર્યા છે, તેમણે ફર્ટિલાઇઝર વાપરવાથી થતા ખેતીને નુકસાન અને વર્મી કમ્પોસ્ટ ખાતરના કાયદાની વિસ્તૃત માહિતી આપી હતી. દેવ ફાઉન્ડેશનના નિલેશ પંડ્યા એ જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા માટે ખેડૂતોનો સહકાર જરૂરી છે, આવનારા સમયમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો પાસેથી અમૂલ ડેરી તેનો પાક ખરીદશે તેવા આયોજનો સરકાર દ્વારા થઈ રહ્યા છે. કંપનીના એસ.કે મોહંતિ એ જણાવ્યું હતું કે અમે એવું વિચારી કરીએ છીએ કે અમે સામાજિક લોકોનું જીવનમાં શું બદલાવ લાવી શકીએ તે કરવા હંમેશા તત્પર રહીએ છીએ તે અમારી ફરજ છે અને એ જ અમારી સફળતા છે. આ કાર્યક્રમના મુખ્ય અતિથિ ડી એસ બારીયાએ જણાવ્યું હતું કે વર્મી કમ્પોસ્ટ પદ્ધતિ કોઈ નવી પદ્ધતિ નથી આપણા પૂર્વજો આ જ પ્રમાણે ખાતર બનાવી તેનો આપણા જ ખેતરમાં ઉપયોગ કરતા હતા અને તેના ફળ સ્વરૂપે આપણને પૌષ્ટિક અનાજ શાકભાજી અને કઠોળ મળતા હતા. વિજ્ઞાન દ્વારા પ્રગતિના કારણે હવે તેમાં થોડી ટેકનોલોજી ઉમેરાય છે જેનો ખૂબ ફાયદો વર્તમાન માં અને ભવિષ્યમાં પણ થવાનો છે તેમ તેમણે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم