વર્ષ 2020માં લેવાયેલા વધુ 144 સેમ્પલ ફેલ નીકળ્યા, પૂર્વ MD નિશિથ બક્ષીને 36.75 લાખનો દંડ ફટકારાયો | 144 more samples taken in 2020 fail, former MD Nishith Bakshi fined Rs 36.75 lakh | Times Of Ahmedabad

મહેસાણા4 મિનિટ પહેલા

  • કૉપી લિંક

મહેસાણાની દૂધસાગર ડેરીમાં 2020 જુલાઈમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા લેવામાં આવેલા ઘીના સેમ્પલ ફેલ નીકળતા પૂર્વ MD નિશિથ બક્ષીને 36.75 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. 30 દિવસમાં દંડની રકમ જમાવી કરાવી દેવા આદેશ કરવામાં આવ્યો છે.

શું હતો સમગ્ર મામલો?
મહેસાણા ખાતે આવેલી દૂધસાગર ડેરીમાં 21 જુલાઈ 2020થી 23 જુલાઈ 2020 દરમિયાન ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. ફૂડ વિભાગના 25 અધિકારીઓની ટીમ દ્વારા ત્રણ દિવસ દરમિયાન 146 ઘીના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને વડોદરાની લેબોરેટરીમાં તપાસ માટે મોકલી આપવામાં આવ્યા હતા. ફૂડ વિભાગ દ્વારા અમૂલ અને સાગર બ્રાન્ડની જુદી જુદી બેચના ઘીના સેમ્પલ લેવામાં આવ્યા હતા.

146 સેમ્પલમાંથી 145 સેમ્પલ ફેલ નીકળ્યા
દૂધસાગર ડેરીમાંથી અલગ અલગ બેચના ઘીના 146 સેમ્પલ જે તે સમયે વડોદરાની લેબોરેટરીમાં મોકલવામાં આવતા તપાસમાં 145 સેમ્પલ સબ સ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવ્યા હતા અને ઘીમાં ભેળસેળ હોવાનું માલૂમ પડ્યું હતું. ફક્ત એક જ સેમ્પલ પાસ થયું હતું.

RACની કોર્ટમાં કેસ થયા બાદ દંડ ફટકારવામાં આવ્યો
સમગ્ર કેસ એડ્યુકેટીંગ ઓફિસર અને રેસિડેન્શિયલ એડિશ્નલ કલેકટરની કોર્ટમાં દાખલ કરવામાં આવ્યો હતો. જેનો ચુકાદો જાહેર કરવામાં આવતા તત્કાલીન એમડી નિશિથ બક્ષીને 36 લાખ 75 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

ફૂડ સેફટી એકટ મુજબ નોમિનીની જવાબદારી આવતા દંડ MDને ફટકાર્યો
સમગ્ર કેસમાં ડેરીના પૂર્વ MDને દંડ ફટકારવામાં આવ્યો છે. જેમાં ફૂડ સેફટી એકટ 2006 અંતર્ગત ફોર્મ નમ્બર 9 હેઠળ નોમિનેશન કરેલ હોય જેમાં સંપૂર્ણ જવાબદારી નોમીનીની હોય છે. જેથી ડેરીના ઘી કૌભાંડ કેસમાં જેતે સમયમાં નિશિથ બક્ષી નોમિની તરીકે હોવાથી દંડ તેમને ફટકારાયો છે. અને 30 દિવસમાં દંડ ભરવા માટે આદેશ કરાયો હોવાનું અધિક કલેકટર ઈન્દ્રજીતસિંહ વાળા દ્વારા જણાવવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post