ભરૂચ34 મિનિટ પહેલા
- કૉપી લિંક

ભરૂચ જીલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા ભરૂચ ખાતે રેલી યોજી જન જાગૃતિ ફેલાવવામાં આવી હતી. આજે વિશ્વ ક્ષય દિવસ નિમિત્તે ભરૂચ જીલ્લામાં પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે ભરૂચ જીલ્લા ક્ષય કેન્દ્રથી આરોગ્ય અધિકારી ડો.જે.એસ.દુલેરાની આગેવાનીમાં રેલી નીકળી હતી જે રેલીમાં વિવિધ બેનરો સાથે જન જન કો જગાના હૈ ટીબી કો ભાગના હૈના સુત્રોચ્ચાર સાથે જન જાગૃતિ ફેલાવવામાં આવી હતી જે રેલી વિવિધ વિસ્તારોમાં ફરી મેડીકલ કોલેજના ઓડીટોરીયમ પહોંચી હતી આ રેલીમાં આરોગ્ય અધિકારી,સ્ટાફ અને નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ જોડાયા હતા જયારે સામાજિક સંસ્થાઓ અને કોર્પોરેટ કંપનીના સહયોગથી કીટ વિતરણ કરવામાં આવ્યું હતું તો વર્ષ-૨૦૨૨માં ભરૂચ જીલ્લામાં ૩૦૧૪ પૈકી ૨૫૫૫ દર્દીઓ સાજા થયા હતા.
0 comments:
Post a Comment