વર્ષ 2023-24નું રૂ.199 કરોડની પુરાંતવાળું બજેટ મંજૂર કરાયું, સત્તાપક્ષના સભ્યોના વિસ્તારમાં જ કામો થતા હોવાનો વિપક્ષનો આક્ષેપ | 199 crore budget approved for the year 2023024, opposition alleges that works are being done only in the area of ruling party members | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • 199 Crore Budget Approved For The Year 2023024, Opposition Alleges That Works Are Being Done Only In The Area Of Ruling Party Members

પાટણ24 મિનિટ પહેલા

  • કૉપી લિંક

પાટણ ખાતે જિલ્લા પંચાયતના સ્વર્ણિમ હોલમાં જિલ્લા પંચાયત પાટણનું સને 2022-23નું સુધારેલુ અને સને 2023-24નું વાર્ષિક અંદાજપત્ર મંજુર કરવા સામાન્ય સભા મળી હતી. જેમાં સુચિત આવક રૂા.1239.25 કરોડ અને ખુલતી સિલક રૂા.199.27 કરોડ મળી કુલ રૂા.1438.52 કરોડની આવક સામે સ્વભંડોળ ક્ષેત્રે રૂા.9.68 કરોડ તેમજ સરકારી પ્રવૃત્તિ ક્ષેત્રે રૂ.1229.67 કરોડની જોગવાઇને બાદ કરી રૂ199.15કરોડની પુરાંતવાળુ બજેટ ભાજપ-ક્રોંગ્રેસના સભ્યોએ સર્વાનુમતે મંજુર કર્યું હતું. આ ઉપરાંત મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી યોજના (મનરેગા)નું વર્ષ 2023-24નું 18,258 કુટુંબોને રોજગારી આપવાના લક્ષ સાથેનું લેબર બજેટ પણ સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યુ હતું. જયારે મનરેગાનું ગત વર્ષ 2022-23નું લેબર બજેટ પણ આજની સામાન્ય સભામાં રજુ કરાતા વિપક્ષ કોંગ્રેસના 11 સભ્યોના વિરોધ વચ્ચે શાસકપક્ષ ભાજપના સભ્યોએ બહુમતીના જોરે મંજુર કર્યું હતું.

જિલ્લા પંચાયત પ્રમુખ ભાનુમતીબેન મકવાણાના અધ્યક્ષસ્થાને મળેલી સામાન્ય સભામાં બજેટ પૂર્વે એજન્ડા ઉપરના કામો અને પ્રશ્નોતરી દરમ્યાન વિપક્ષના સભ્યોએ સત્તાધારીપક્ષના સભ્યોના મત વિસ્તારોના જ વિકાસલક્ષી કામો કરવામાં આવે છે અને તેના માટે ગ્રાન્ટોની ફાળવણી કરાય છે.જયારે વિપક્ષના સભ્યોના મત વિસ્તારોની અવગણના કરવામાં આવે છે. તેવો આક્ષેપ કરી કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યોએ સૂચવેલા વિકાસલક્ષી કામો પ્રત્યે ધ્યાન નહી આપી ઉપેક્ષા કરવામાં આવે છે. વિપક્ષના નેતા અશ્વિનભાઇ પટેલે પ્રહારો કરી જણાવ્યું હતું કે, ગત સભામાં અમારા સભ્યો દ્વારા વિકાસલક્ષી કામોની યાદી આપવા જણાવી કામો કરવાની ખાતરી આપી હતી પરંતુ અમલ કરાયો નથી. ભ્રષ્ટ્રાચાર, બદલીઓ અને ખોટી દાદાગીરી કરી જિલ્લા પંચાચતની ઘોર ખોદવામાં આવી છે. તલાટીઓની બદલીમાં વ્હાલા-દવલાની નીતિ, આજરીતે આરોગ્ય શાખામાં પણ બદલીઓ કરવામાં આવે છે. ઘીણોજના તલાટીને પાણી પાઇપલાઇનના ભ્રષ્ટ્રાચાર મામલે ફરજ મોડ્ડફ કરવામાં આવ્યા છે પણ વહીવટદારને બચાવવામાં આવ્યા છે.

સરસ્વતી તાલુકામાં તલાટીઓની ઘણી ઘટ છે. જિલ્લામાં ખેડૂતોને નર્મદાનું પાણી મળતું નથી તેવા પ્રશ્નો ઉઠાવ્યા હતા.પ્રશ્નોતરી બાદ જિલ્લા પંચાચત પ્રમુખ ભાનુમતીબેન મકવાણાએ પોતાના શાસનકાળ દરમ્યાનું 2023-24ના વર્ષનું 1438.52 કરોડની આવક સામે 199.15 કરોડની પુરાંતવાળુ બજેટ રજુ કર્યું હતું. જેને ભાજપ કોંગ્રેસના સભ્યોએ સર્વાનુમતે મંજુર કર્યું હતું. આ બજેટમાં કુલ રૂા.1438.52 કરોડની આવક બતાવવામાં આવી છે. જયારે રૂા.1229.67 કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે.

બજેટમાં સ્વભંડોળમાંથી સમાજ કલ્યાણ ક્ષેત્રમાં 68 લાખ, સિંચાઇ ક્ષેત્રમાં 75 લાખ, બાંધકામ ક્ષેત્રમાં રૂા.89 લાખ અને રેતી અંદરની ગ્રાન્ટમાંથી રૂા.2 કરોડથી પણ વધુના વિકાસ કામો અંદાજવામાં આવ્યા છે. આ ઉપરાંત રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ અને ગ્રાન્ટ 15મું નાણાપંચમાંથી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના રોડ- રસ્તા, પાણી ગટર, સિંચા, સફાઇ, શિક્ષણક્ષેત્રે વિકાસલક્ષી કામો કરવામાં આવશે.

આ ઉપરાંત શાળા અને આંગણવાડીઓ સુવિધાયુકત બનાવવામાં આવશે. ખેડૂતો અને પશુપાલકોની આર્થિક પ્રગતિ સુધરે તે દિશામાં પણ કામગીરી કરાશે. બજેટમાં જિલ્લાની જુદી જુદી ગ્રામ પંચાચતોમાં રૂા.409 લાખના ખર્ચે સીસીરોડ, રસ્તા, પેવર બ્લોક, સીસીટીવી ક્રેમેરા, પીવાના પાણી માટે આર.ઓ., એલ.ઇ.ડી. લાઇટો, તેમજ જિલ્લાની શાળાઓમાં રૂા.2.05 કરોડના ખર્ચે આધુનિક સ્માર્ટ કલાસ બનાવવાની પણ જોગવાઇ કરવામાં આવી છે. પછાત વર્ગના કલ્યાણ માટેની યોજનાઓનું પણ અમલીકરણ કરવામાં આવશે.

બેઠકમાં બજેટ ઉપરાંત પાટણ જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ફ્રાંસા તા.સરસ્વતી અને પ્રા.આ.કેન્દ્ર મુજપુર તા.શંખેશ્વરને અપગ્રેડ કરી સામુહિક આરોગ્ય ક્રેન્દ્ર મંજુર કરવામાં આવેલ હતું. આ બંને પ્રા.આ.કેન્દ્રોની ખુલ્લી જમીન તેમજ મદાન અને સાધનસામગ્રી રાજય સરકારને સુપ્રત કરવા અને ફ્રાંસા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ને મોટા નાચતા તા.શંખેશ્વર અને મુજપુર પ્રા.આ.કેન્દ્રને મોટીચંદ્ર ખેસડવા સવોનુમતે બહાલી આપવામાં આવી હતી. તેમજ સિધ્ધપુર તાલુકામાં રાજય સરકાર દ્વારા કલ્યાણા ગામે નવિન સામુહિક આરોગ્ય કેન્દ્ર, સરસ્વતી તાલુકાના ચારુપ ગામે તેમજ ચાણસ્મા તાલુકાના ભાટસર ગામે નવિન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ને કાર્યન્વીત કરવા આજની બેઠદમાં બહાલી આપવામાં આવી હતી.

મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહેંધરી યોજનાનું વર્ષ 2022-23 અને 2023-24 નું લેબર બજેટ મંજુર કરવામાં આવેલ. તેમજ 15મા નાણાપંચના કામોની ચોકકસ સ્થળ સ્થિતીની મંજુરી આપવામાં આવેલ. બેઠકમાં અધ્ય સ્થાનેથી પાટણ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ (અનુ.જાતિ અને અનુ.જન જાતિ) ને માન્યતા આપવામાં આવી હતી. સામાન્યસભામાં જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ.સોલંકી સહિત વિવિધ શાખાઓના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

પાટણ જિલ્લા પંચાયત વિપક્ષના નેતા અશ્વિનભાઇ પટેલે પત્રકારોને જણાવ્યું હતું કે, બજેટ બનાવટ સાથે સજાવટવાળુ છે. મનરેગાનું2022-23નું ગત વર્ષનું બજેટ પણ આજની બેઠકમાં રજુ કરવામાં આવ્યું હતું. ગત વર્ષનું બજેટ આ વર્ષે રજુ કરાયું છે જેના બિલો પણ બની ગયા છે. ચુકવણું પણ થઇ ગયું છે. તેવું બજેટ રજુ કરતા કોંગ્રેસના તમામ 11 સભ્યોએ વિરોધ કર્યો છે. સમયસર બજેટ રજુ નહી કરનાર અધિકારી સામે પગલા ભરવામાં આવે નહીં તો અમે કોર્ટ કાર્યવાહી કરીશું. ધિણોજ ગ્રામ પંચાયતની પાણીની પાઇપલાઇનના ભ્રષ્ટ્રાચારમાં તલાટી અને વહીવટદાર બંને જવાબદાર છે. છતાં તલાટીને ફરજમુકત કરી વહીવટદારને બચાવવામાં આવ્યા છે. વડાવલી પી.એચ.સી. સેન્ટરની મે ઓચિંતી મુલાકાત લેતા માત્ર તબીબ જ હાજર હતો અને એકલા હાથે દર્દીઓને સારવાર આપતા હતા જયારે અન્ય ફરજ પરના પાંચ કર્મચારીઓ રજીસ્ટરમાં ગેરહાજરી કે રજા વગર બહાર ગયેલા હતા.

આ મામલે ચાણસ્મા તાલુકા હેલ્થ ઓફીસર ચૌધરીને વગર રજાએ ગેરહાજર કર્મચારીઓ સામે પગલા ભરવા રજુઆત કરી તેની નોંધ વિઝીટ બુકમાં કરી છે. છતાં આજદિન સુધી કોઇ જ પગલા ભરવામાં આવ્યા નથી. સ્વભંડોળની આવકમાં વધારો કરી છેવાડાના માનવીનો વિકાસ થાય તે રીતનું બજેટ હોવું જોઇએ.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم