પોરબંદર43 મિનિટ પહેલા
- કૉપી લિંક
પોરબંદર જિલ્લાના માધવપુર ઘેડ બીચ ખાતે ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તક ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા આયોજિત રેત શિલ્પ મહા મહોત્સવ-2023નું આયોજન કરવામા આવ્યું છે. આ રેત શિલ્પ મહોત્સવનું ગુજરાત રાજ્ય નશાબંધી બોર્ડના ચેરમેન ચેતના તિવારીના હસ્તે આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
આ તકે ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમીના સચિવ ટી.આર. દેસાઈ સહિત લલિત કલા અકાદમીની ટીમ ઉપસ્થિત રહી હતી. 30 જેટલા રેતશિલ્પકારોએ ભગવાન શ્રી કૃષ્ણ-રુક્ષમણીજીના લગ્ન સહિતની થીમ પર 12 જેટલા શિલ્પ બનાવી રેત શિલ્પ કલાકારોએ કલાના માધ્યમથી કૃષ્ણ રુક્ષમણીજીના લગ્નની રેત પ્રતિકૃતિ બનાવી છે, જે માધવપુરમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
જે રેત શિલ્પો બનાવવામાં આવ્યા છે. તેમાં ભગવાન શ્રી કૃષ્ણ રુક્ષમણીજી, વિવાહ મંડપ, મોરપિચ્છ, ગણપતિજી, કળશ અને મટુકી તેમજ G-20 સહિતની થીમ પર રેત શિલ્પો બનાવ્યા છે. માધવપુર મેળામાં આવતા પ્રવાસીઓ આ શિલ્પોને પાંચ દિવસ સુધી જોઈ શકશે, દરીયા કિનારે રેત શિલ્પોની જાળવણી માટે ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.