2024ની ચૂંટણીમાં ગુજરાતમાં AAP 26 બેઠકો પર ઉમેદવાર ઉતારશે, વિધાનસભા કરતાં સારું પરિણામ આપીશું | In 2024 elections, AAP will field candidates in 26 seats in Gujarat, giving better results than Assembly | Times Of Ahmedabad

નર્મદા (રાજપીપળા)34 મિનિટ પહેલા

  • કૉપી લિંક

2024ની લોકસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે તમામ પક્ષો પોતાના ઉમેદવારો અને કાર્યકર્તાઓ સાથે સંગઠન મિટિંગો કરવાનું શરૂ કરી દીધું છે. ડેડીયાપાડા ખાતે આમ આદમી પાર્ટીના ગુજરાત રાજ્યના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ ડેડીયાપાડા સર્કિટ હાઉસ ખાતે તમામ આમ આદમી પાર્ટીના કાર્યકર્તા અને ધારાસભ્ય સાથે બંધ બારણે બેઠક આવનારી લોકસભાની ચૂંટણીમાં કેવી રીતે ભરૂચ લોકસભા સીટ પર જીત મેળવવી એની મિટિંગ કરી એક જાહેરસભા પણ યોજી હતી. જેમાં તેમની સાથે ધારાસભ્ય ચૈતર વસાવા, પ્રદેશ ઉપાધ્યક્ષ પ્રો.અર્જુન રાઠવા, ડો.પ્રફુલ વસાવા, જેતપુર વિધાનસભા પ્રમુખ રાધિકા રાઠવા ડો.દયારામ વસાવા, રાજેંદ્ર વસાવા સહીત અનેક આગેવાનો હાજર રહ્યા હતા.

જો પાર્ટીએ મને ટિકિટ આપે તો જનતાની સહમતીથી ચૂંટણી લોકસભાની લડીશ: ચૈતર વસાવા
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ભાજપ પર પ્રહાર કરતા આક્ષેપો કરતાં કહ્યું કે, ભરૂચમાં ભાજપના કોઈ સંસદ હોઈ કે ધારાસભ્ય હોઈ એમને આદિવાસીના પ્રશ્ને બોલવાની કોઈ તાકાત નથી અને ભાજપમાં 156 અને બીજા ત્રણ ધારાસભ્યને ભાજપ માત્ર ચપરાસી તરીકે રાખે છે. જેમને કોઈ વિધાનસભામાં કોઈ પ્રશ્ન ઉઠાવવાની છૂટ નથી અને અમે 26 સીટો પર આમઆદમી પાર્ટીના ઉમેદવારોને ઉભા કરીશું, જ્યારે હવે 2024ની લોકસભાની ચૂંટણીમાં ભરૂચમાં આમ આદમી પાર્ટીમાંથી ચૈતર વસાવાએ સાંસદ મનસુખ વસાવા સામે લડવાની તૈયારીઓ બતાવી છે અને ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ એમ કહી દીધું કે પાર્ટી અને સંગઠન મને કહે એટલે હું ભલે સાત ટમથી જીતતા મનસુખ વસાવા હોઈ કે અન્ય કોઈ સામે આવે હું જીતીને બતાવીસ. પરંતુ જો મને ટિકિટ મળી તો ભરૂચ લોકસભાની સાત વિધાનસભાઓમાં ફરીને જનતાની સહમતીથી ચૂંટણી લડીશની વાત કરી હતી. ભરૂચ લોકસભા બેઠક પર આમ આદમી પાર્ટીની બેઠક થતા રાજકીય ગરમાવો વધી રહ્યો છે. હવે આમ આદમી પાર્ટી ડેડીયાપાડાના ભાજપના કોઈ સક્ષમ અને મોટા કદના નેતાને લોકસભાની ટિકિટ આપે છે કે કોંગ્રેસ સાથે ગઠબંધ કરીને ભાજપના ઉમેવાર સામેં ઉમેદવાર આપે એ આગામી સમયમાં જોવા મળી જશે.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم