નવસારી18 મિનિટ પહેલા
- કૉપી લિંક

માર્ચ મહિનો મધ્ય આવ્યો છે ત્યારે નવસારી વિજલપોર નગરપાલિકાએ વેરા કલેક્શન કરવામાં 100% ની નજીક પહોંચ્યા છે. દંડાત્મક કાર્યવાહી કરવાની શરૂઆત કરતા વેરા કલેક્શન કાર્ય ઝડપી બન્યું છે.અત્યાર સુધી કુલ 21 કરોડથી વધુ કલેક્શન આવ્યું છે જેમાં 20 જેટલી મિલકતો સીલ કરવામાં આવી છે અને 50 થી વધુ મિલકત વિરુદ્ધ ડ્રેનેજ અને નળ કનેક્શન કાપી નાખવામાં આવ્યું છે. 20 દિવસમાં 6 કરોડ જેટલી રકમ ઉઘરાવવામાં આવશે. પાલિકાએ શહેરમાં રીક્ષા ફેરવીને વેરો સમયસર ભરવા માટે જાગૃતિ અભિયાન ચલાવ્યું છે અને દંડાત્મક કાર્યવાહી નું શસ્ત્ર પાલિકાએ ઉગામવાની શરૂઆત કરતાની સાથે જ લેણદારોએ પાલિકામાં વેરો ભર્યો છે.આગામી 31મી મે બાદ પાલિકાની વેરાની ડેડલાઈન પૂર્ણ થાય છે જેમાં વેરો ન ભરતા લેણદારો સામે સખત કાર્યવાહી કરવા માં આવશે. ગત વર્ષે પાલિકાએ વેરો ન ભરનાર 270 જેટલી મિલકતો ઉપર ભોજો નાખીને તેમની વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી કરી છે