હજુ કેટલા દિવસ રહેશે માવઠાનો માહોલ , સુરતમાં 21 માર્ચે કરવામાં આવશે બ્લાસ્ટ , જાણો શું છે કારણ? જુઓ સાત મોટા સમાચાર | How many more days will Mavtha situation remain, blast will be done in Surat on March 21, know what is the reason? See seven big news | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • How Many More Days Will Mavtha Situation Remain, Blast Will Be Done In Surat On March 21, Know What Is The Reason? See Seven Big News

33 મિનિટ પહેલા

હજુ રાહતના કોઈ એંધાણ નહી

ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી કરા સાથે વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 81 તાલુકામાં વરસાદ નોંધાયો છે. કચ્છમાં કરા સાથે બે ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ સાથે બનાસકાંઠા, માંડલ, હિંમતનગર અને ધાનેરામાં એક ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે હવામાન વિભાગ દ્વારા હજુ બે દિવસ ગુજરાતમાં કરા સાથે વરસાદની આગાહી કરી છે.સુરત જિલ્લામાં સતત ત્રીજા દિવસે માવઠાનો કહેર યથાવત્ રહ્યો છે. સુરત જિલ્લાના માંગરોળ અને ઉમરપાડા અને માંડવી તાલુકામાં વાતાવરણે ફરી એકવાર પલટો લીધો હતો અને પવન ફૂંકાવાની સાથે બરફના કરા સાથે વરસાદ પડ્યો હતો. છેલ્લા 24 કલાકમાં માંડવીમાં પોણો ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે માંગરોળમાં અડધો ઈંચ વરસાદ પડ્યો હતો. આ સાથે ઉમરપાડામાં 5 મિમી વરસાદ પડ્યો હતો.

શાકભાજીના ભાવમાં થયો વધારો

હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યભરના વાતાવરણમાં પલટો આવ્યો છે. ગતરોજ રાજ્યના 72 તાલુકાઓમાં કમોસમી વરસાદ નોંધાયો છે. કમોસમી વરસાદના કારણે શાકભાજી સહિત ઘઉં, કેરી, ચણાના પાકમાં ભારે નુકસાન થયું છે. કમોસમી વરસાદના કારણે શાકભાજીમાં 80% નુકસાન થયું છે. જેના કારણે શાકભાજીના ભાવમાં પણ વધારો થયો છે. બજારમાં માગ વધારે હોવાથી શાકભાજીના ભાવમાં વધારો થયો છે. શાકભાજીના પ્રતિકિલોના ભાવ પર નજર કરીએ તો લીંબુ હોલસેલ બજારમાં 130થી 170 રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે. જ્યારે આદુ હોલસેલ બજારમાં 70 થી 80 રૂપિયા કિલો, ગવાર 90થી 100 કિલો, ચોળી 120 રૂપિયા કિલો, વટાણા 40 રૂપિયા કિલો, કોથમીર 30 રૂપિયા કિલો, ભીંડો 60થી 70 રૂપિયા કિલો અને મરચા 35 રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે.

PSIની દાદાગીરીના વીડિયો વાઈરલ
વડોદરા શહેરના સિટી પોલીસ સ્ટેશનના PSI ફરી વિવાદમાં આવ્યા છે. પોતાની આગવી સ્ટાઇલ માટે જાણીતા સિટી પોલીસ મથકના પીએસઆઈ કે.પી. ડાંગર દ્વારા યાકુતપુરા સરસિયા તળાવ પાસે આવેલી હોટેલમાં ઘૂસી ગ્રાહકો અને હોટેલ સંચાલકને માર મારતો વીડિયો વાઇરલ થયો છે. આ અંગે ઉચ્ચ પોલીસ અધિકારીઓને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.હાલ સિટી પોલીસ મથકમાં ફરજ બજાવતા પીએસઆઈ ડાંગર અને ટીમે ગુરુવારે 14 માર્ચના રોજ રાત્રે 12 વાગ્યે સરસિયા તળાવ પાસે આવેલી મદાર હોટેલમાં પહોંચ્યા હતા અને ચા પી રહેલા ગ્રાહકો અને સંચાલકને માર મારીને ભગાડ્યા હતા. જેના CCTV ફૂટેજનો વીડિયો વાઇરલ થયો છે. હોટેલ સંચાલક કુતબુદ્દીન દ્વારા પરીવારને સાથે રાખી પોલીસભવન અને ડીસીપી સમક્ષ લેખિત રજૂઆત કરી પીએસઆઈના વર્તન અંગે ન્યાયની માગ કરી હતી. આ અંગે પીએસઆઈનો સંપર્ક કરવા જતાં તેમણે ફોન ઉપાડ્યો નહોતો.મદાર હોટેલના સંચાલક કુતબુદ્દીનભાઈએ જણાવ્યું છે કે, પીએસઆઈના વર્તન અંગેનો આખો મામલો સીસીટીવી કેમેરામાં કેદ થયેલો છે. અમે પુરાવા સાથે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે, છતાં ન્યાય નહીં મળે તો અદાલત સમક્ષ જઈશું.

ક્રિકેટ રમતા આવ્યો હાર્ટ એટેક

ક્રિકેટ રમતા લોકો પર કાળ મંડરાઇ રહ્યો હોય તેમ રાજકોટમાં આજે વધુ એક વ્યક્તિનું ક્રિકેટ રમતાં રમતાં હાર્ટએટેક આવતાં મોત નીપજ્યું છે. શહેરના શાસ્ત્રી મેદાનમાં મિત્રો સાથે ક્રિકેટ રમતા મયૂરભાઈ નટવરભાઈ મકવાણા (ઉં.વ.45)ને અચાનક હાર્ટએટેક આવતાં ઢળી પડ્યા હતા. સાથી મિત્રોએ તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યા હતા. જોકે, હોસ્પિટલ પહોંચતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યા હતા. ઘટનાની જાણ થતાં પરિવારજનો હોસ્પિટલે દોડી આવ્યાં હતાં. .મયૂરભાઈ આજે રવિવારની રજા હોવાથી મિત્રો સાથે શાસ્ત્રી મેદાન ખાતે ક્રિકેટ રમવા ગયા હતા. જોકે ક્રિકેટ રમતાં રમતાં હાર્ટ એટેક આવતા તેઓ ઢળી પડ્યા હતા. આથી સાથી મિત્રો તેને બચાવવા દોડ્યા હતા. બાદમાં તેને સારવાર માટે તુરંત જ હોસ્પિટલ ખસેડ્યા હતા. પરંતુ અહીં મયૂરભાઈનો મૃતદેહ જ પહોંચ્યો હતો.મયૂરભાઈના મોતથી હોસ્પિટલમાં પરિવાર ધ્રુસકે ધ્રુસકે રડતો નજરે પડ્યો હતો.

બુટલેગરોના કીમિયાથી પોલીસ પણ ગોથે ચઢી

વિદેશી દારૂની હેરાફેરી કરવા માટે અને પોલીસની બાજનજરથી બચવા માટે બૂટલેગરો કાયમી અવનવા કીમિયા અપનાવતા હોય છે. જોકે પોલીસ પણ બૂટલેગરોના નવા કીમિયાઓનો પર્દાફાશ કરવા કાયમી કટિબદ્ધતા સાથે કામગીરી કરી રહી છે. જ્યાં અગાઉ થોડા દિવસ પહેલાં એસ.ટી બસમાં ડ્રાઈવર-કંડક્ટરે ચોરખાનું બનાવી દારૂની હેરાફેરી કરતા પોલીસે ઝડપી પાડ્યા હતા. ત્યાં આજે ઉનાથી એક નવો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં બૂટલેગરોએ પહેલાં તો પોલીસને ગોથે ચડાવા એવી જગ્યાએ ચોરખાનું બનાવ્યું. જ્યાં કોઈની નજર પણ ના જાય. પોલીસે પણ બૂટલેગરોના કીમિયાને પકડી પાડી જોયું તો બાઈકનો જે ભાગ ખોલો દારૂની બોટલો જ મળે.કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાંથી બૂટલેગરો દારૂની હેરાફેરી કરવા અવનવા કીમિયો અજમાવતા હોય છે અને એ દારૂને ગુજરાતમાં ઘુસાડી હેરાફેરી કરતા હોવાના કિસ્સા સામે આવતા હોય છે. જેમાં આજે ત્રણ અલગ-અલગ બાઈકની પેટ્રોલની ટાંકીમાં બનાવેલા ચોરખાનામાંથી વિદેશી દારૂની બોટલોનો જથ્થો મળી આવતા બે શખસોને મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. જ્યારે એક શખસ ત્યાંથી નાશી છૂટ્યો છે જેને પકડવા પોલીસે તપાસ હાથ ધરી છે અને ત્રણ શખસો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટમાં ક્યાં છે દારુબંધી ?

રાજકોટમાં દારૂબંધીનો કાયદો માત્ર કાગળ હોય તેવા અનેક કિસ્સા સામે આવ્યા છે ત્યારે આજે ફરી એક ઘટનાએ લોકોને વિચારતા કરી દીધા છે. શું શહેરમાં દારૂબંધીનો કાયદો અમલમાં છે? શહેરમાં શીતલ પાર્ક ચોક નજીક રૂડાના એડિશનલ કલેક્ટરની નેમપ્લેટવાળી એક કાર મળી આવી હતી. જેને સ્થાનિકોએ અટકાવી તો કારમાં દારૂની બોટલ સાથે નશામાં ધૂત ડ્રાઈવર ઝડપાયો હતો.આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટના શીતલ પાર્ક ચોક નજીક રૂડાના એડિશનલ કલેક્ટરની નેમપ્લેટવાળી કાર પસાર થઈ રહી હતી. જેને નિહાળીને સ્થાનિકોને શંકા ઊપજી હતી. જેથી કારને અટકાવતા તેમાં ગાડીમાં કોઈ અધિકારી હાજર ન હતા માત્ર ચાલક દારૂના નશામાં મળી આવ્યો હતો. અને તેમાં તપાસ કરતાં દારૂની બોટલ પણ મળી હતી. જેથી તુરંત સ્થાનિકોએ ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી.જેને પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ગાંધીગ્રામ પોલીસે કલ્પેશ રત્નાભાઈ મોરી નામના ચાલકની અટકાયત કરી હતી. એ સમયે પણ કલ્પેશ દારૂના નશામાં હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે કલ્પેશ આઉટ સોર્સીંગ એજન્સીનો કર્મચારી છે. ત્યારે આજે રવિવારની રજામાં રૂડાના એડિશનલ કલેક્ટરની નેમ પ્લેટ સાથે ગાડી લઇ કલ્પેશ શા માટે નીકળ્યો તે પણ એક સવાલ છે. આ મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

સુરતમાં 21 માર્ચે કરાશે બ્લાસ્ટ

સુરતના ઉતરાણ પાવર હાઉસની ચીમનીને 21 માર્ચે બ્લાસ્ટ કરવામાં આવશે. કન્ટ્રોલ બ્લાસ્ટ કરીને ચીમનીને તોડી પાડવામાં આવશે. આ સમગ્ર કામગીરીમાં લગભગ 30 થી 40 મિનીટનો સમય લાગી શકે છે. જો કે બ્લાસ્ટિંગ ટાઈમ માત્ર 10 થી 15 સેકન્ડ રહેશે.ઉત્રાણ પાવર સ્ટેશનમાં કુલ 375 અને 135 મેગા વોટના બે પ્લાન્ટ ચાલી રહ્યાં છે જેમા 135 મેગા વોટ પ્લાન્ટ જુનો છે દરમિયાન કેન્દ્ર સરકારની ગાઈડ લાઈન મુજબ કામગીરી નિર્ધારીત વર્ષો પછી જુના પ્લાટનને તોડવો હોય છે.21 માર્ચ ના રોજ કુલીંગ ટાવરને કન્ટ્રોલ બ્લાસ્ટ કરી તોડી પડાશે. આજુબાજુના વિસ્તારમાં આવેલ સોસાયટીના લોકોને કુલીંગ ટાવર તોડવાની કામગીરીને લઈ નોટીસ આપી સલામતી રાખવા સૂચન આપી દેવામાં આવ્યું છે. ઉત્રાણ સ્થિત આ ટાવર 85 મીટર ઊંચો છે. ટાવર RCC કુલિંગ ટાવરને પણ કન્ટ્રોલ બ્લાસ્ટ દ્વારા તોડી પડાશે. 50 મીટરના વિસ્તારમાં જ ધુળની ડમરી ઉડશે પાંચ-દશ મીનીટ માટે વંટોળીયા જેવુ હવાનું દબાણ સર્જાઈ શકે છે. ધુળની ડમરી ઉડવાની સંભાવના ઓના આજુબાજુમાં રહેતા લોકોએ ઘરના બારી દરવાજા બંધ રાખવા પડશે.

અન્ય સમાચારો પણ છે…