Thursday, March 23, 2023

22 કરોડ રૂપિયા ફાળવ્યા- 13.15 કરોડના ખર્ચે મેઈન્ટેનન્સ કર્યો, તો ય આવકના નામે મીંડુ | 22 crore rupees allocated - maintenance done at a cost of 13.15 crores, then in the name of income | Times Of Ahmedabad

ગાંધીનગરએક કલાક પહેલા

  • કૉપી લિંક

સી પ્લેન સેવા અંગે વારંવાર સરકાર ઘેરાતી જતી જાય છે. મોટા ઊપાડે સી પ્લેન સેવા શરૂ કરવામાં તો આવી પરંતુ તેના થકી કોઈ આર્થિક ઊપાર્જન સરકાર કરી શકી નથી. ત્યારે સી પ્લેન સેવા હાથી પાળવા જેવી સ્થિતી થઈ છે. શોભાના ગાંઠિયા સમાન બની ગયેલી સી પ્લેન સેવા મુદ્દે આજે સરકારે આજે વિધાનસભા ગૃહમાં જવાબ રજૂ કર્યો હતો. જોકે આ વખતે અપક્ષ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્યએ સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો છે.

22 કરોડ ફાળવ્યા પણ આવક શુન્ય
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ વિધાનસભા ગૃહમાં સવાલ પુછ્યો હતો કે, સી પ્લેનની સ્થિતી શું છે? વર્ષ 2021-22 અને વર્ષ 2022-23 એમ બે વર્ષમાં સી પ્લેન સેવા માટે સરકારે કેટલા રૂપિયા ફાળવ્યા છે? તેમજ આ ફાળવણી સામે સરકારને કેટલી આવક થઈ છે? આ સવાલનો સરકારે જવાબ આપતાં જણાવ્યું હતું કે, વર્ષ 2021-22 અને વર્ષ 2022-23માં સરકારે 11-11 કરોડ મળી કુલ 22 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. જેની સામે 31-1-23ની સ્થિતીએ સી પ્લેન સેવા બંધ કરવામાં આવી છે. આ ઉપરાંત બે વર્ષમાં સી પ્લેન સેવા થકી એક પણ રૂપિયાની આવક થઈ શકી નથી.

13.15 કરોડ રૂપિયા તો મેઈન્ટેનન્સ પાછળ ખર્ચ્યા
અપક્સ ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણે સવાલ કર્યો હતો કે, સી પ્લેન સેવા બંધ કરવાના કારણો કયા છે? તેમજ મેઈન્ટેનન્સ પાછળ કેટલો ખર્ચ થયો છે? જેના જવાબમાં સરકારે કહ્યું હતું કે, સી પ્લેનનું મેઈન્ટેનન્સ કરવા પાછળ કુલ રૂ.13.15 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. બીજી તરફ સી પ્લેન સેવા બંધ કરવા પાછળ ફોરેન રજીસ્ટ્રેશન એરક્રાફ્ટ હોવાથી ઓપરેશન અને મેઈન્ટેનન્સમાં ઉદ્ભવતી મુશ્કેલી તેમજ ઓપરેટરને ઓપરેટીંગ કોસ્ટ ઉંચી જતી હોવાથી નાણાંકીય કારણોસર આ સેવા 10-04-2021થી બંધ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે…