બોટાદએક કલાક પહેલા
- કૉપી લિંક

રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત ક્લેકટર અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન થકી બોટાદમાં તમાકુ કે તમાકુની બનાવટનું બિન અધિકૃત રીતે વેચાણ અને તેના નિયમન માટે ટાસ્ક ફોર્સ સેલ કામગીરી કરી રહ્યો છે. આ સંદર્ભે વિભાગીય નાયબ નિયામક, ભાવનગર અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, બોટાદની સૂચના મુજબ કામ કરવામાં આવ્યું છે. જે અન્વયે સોનાવાલા હોસ્પિટલ ખાતે જિલ્લા ટોબેકો કન્ટ્રોલ સ્કવૉડ બોટાદ અને જિલ્લા હોસ્પિટલ તંત્રના સંયુક્ત ઉપક્રમ દ્વારા જાહેરમાં ધુમ્રપાન/તમાકુનું સેવન કરતા લોકો પર દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી.

તમાકુ નિયંત્રણ અધિનિયમ 2003 હેઠળ જાહેરમાં ધુમ્રપાન કરવા પર પ્રતિબંધ હોવાથી ધુમ્રપાન કરનારને દંડ કરીને તેનાથી થતાં નુકસાન અંગેની સમજ આપવામાં આવી હતી. સોનાવાલા સરકારી હોસ્પિટલ ખાતે અલગ અલગ વ્યક્તિઓને રૂ. 2200નો દંડ કરવામાં આવ્યો હતો. જેમાં બોટાદ તાલુકા તમાકુ નિયંત્રણ અધિકારી ડૉ.એસ.એસ. પ્રસાદ, સોનાવાલા હોસ્પિટલના આર.એમ.ઓ. ડૉ. યજ્ઞેશ, એ.એચ.એ.દિનેશભાઈ, વહીવટી અધિકારી હાર્દિકભાઈ તેમજ THO કચેરીમાંથી TMPHS મનીષભાઇ દ્વારા કામગીરી કરવામા આવી હતી.
