અમદાવાદથી રાજકોટ જતી ટ્રકમાંથી પોલીસે 223 કિલો પોષડોડાના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા | Police nabbed two persons with 223 kg of poshdoda from a truck going from Ahmedabad to Rajkot. | Times Of Ahmedabad

સુરેન્દ્રનગર34 મિનિટ પહેલા

  • કૉપી લિંક

સુરેન્દ્રનગર -અમદાવાદ હાઈવે પર કટારીયા ગામના પાટીયા પાસે ટ્રકમાથી પોલીસે પ્લાસ્ટિકના અલગ-અલગ વજનના 14 કોથળામા 223 કિલો પોષ ડોડવાના જથ્થા સાથે બે શખ્સાને ઝડપી પાડયા હતા. પોલીસે ટ્રક, મોબાઈલ અને રોકડ રકમ મળી કુલ રૂ. 27 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સુરેન્દ્રનગર એસઓજીના એસ.એમ.જાડેજા સહિત પોલીસ સ્ટાફ દ્વારા લીંબડી પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગ દરમિયાન ચોક્કસ બાતમીના આધારે ગેરકાયદેસર પરમીટ વગર માદક પદાર્થ ભરેલી ટ્રક અમદાવાદથી રાજકોટ તરફ જઈ રહ્યો છે. તેવી ચોક્કસ બાતમી મળતા પોલીસે બાતમીના લીંબડી અમદાવાદ હાઈવે વોચ ગોઠવીને કટારીયાના બોર્ડ પાસે આવેલી રાજ ખોડલ હોટલની સામે અમદાવાદ તરફથી આવતી રાજસ્થાનના ટ્રક ચાલકને ઉભો રાખીને પુછપરછ કરી તપાસ હાથ ધરતા ટ્રકના પાછળના ભાગમા પ્લાસ્ટિકના અલગ-અલગ વજનનાં 14 કોથળામાંથી 223 કિલો 360 ગ્રામ પોષ ડોડવાનો જથ્થા સાથે ટ્રક ડ્રાઈવર અસ્ફાક હુશેનભાઈ સીરાજ હુશેન ગુલામ રસૂલ મન્સુરી ( રહે. સી.એ. સર્કલ, જ્યોતિનગર, ઉદયપુર (રાજસ્થાન) તથા મહોમદ ઈમરાન ફિરોઝખાન નાશીરખાન મન્સુરી (રહે. ખાનજીપીર કોલોની ઉદયપુર (રાજસ્થાન) )બન્નેને ઝડપી પાડ્યા હતા.

ત્યારે ઝડપાયેલા પોષડોડવાની એક કિલોના 3 હજાર રૂપિયા લેખે 6,70,080 તથા બે મોબાઈલ જેની કી.રૂ 40 હજાર, રોકડ રકમ રૂપિયા 70 હજાર તથાં ટ્રક સહિત કુલ મળીને રૂપિયા 27, 80,580 નો મુદામાલ કબ્જે કરી બન્ને શખ્સો વિરૂદ્ધ પાણશીણા પોલીસ સ્ટેશનમા ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post