Wednesday, March 15, 2023

પોરબંદર જિલ્લા ભાજપ દ્વારા 230 દર્દીઓનું નિદાન કરવામાં આવ્યું; 110 દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ મોકલવામાં આવ્યા | 230 patients diagnosed by Porbandar District BJP; 110 patients were sent to Rajkot for operation | Times Of Ahmedabad

પોરબંદર44 મિનિટ પહેલા

  • કૉપી લિંક

સેવા એજ સંગઠનના સૂત્રને યથાર્થ કરતા ભારતીય જનતા પાર્ટી દ્વારા આંખની હોસ્પિટલ શ્રી રણછોડદાસ બાપુ ચેરીટેબલ (રાજકોટ)ના સંયુક્ત ઉપક્રમે સુપર મેગા નિદાન અને નેત્રમણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

પોરબંદર ખાતે આવેલા જિલ્લા ભાજપ કાર્યાલયે આંખનો નિઃશુલ્ક મેગા નિદાન અને નેત્રમણી કેમ્પ યોજાયો હતો. જેમાં પુર્વ કેબીનેટ મંત્રી બાબુ બોખીરીયા તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ મોઢવાડીયા સહિતના આગેવાનોના હસ્તે કેમ્પને ખુલ્લો મુકવામા આવ્યો હતો. આ કેમ્પમાં પોરબંદર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાંથી 230 લોકોના નિદાન કરવામાં આવ્યા હતા. સાથે જ કેમ્પ માટે આવેલા તમામ લોકોને જમવાની વ્યવસ્થા કરાવી અને ત્યારબાદ 110 લોકોને નેત્રમણીના ઓપરેશન માટે રાજકોટ ખાતે મોકલી આપવામા આવ્યા હતા.

આ કેમ્પમાં પૂર્વ કેબિનેટ મંત્રી અને પોરબંદરના પૂર્વધારાસભ્ય બાબુ બોખીરિયા, જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ મોઢવાડીયા અને ડૉ.અલ્કેશ ખેરડીયા, શહેર ભાજપ મહામંત્રી ભરત રાઠોડ, આનંદ નાંઢા સહિતના ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: