- Gujarati News
- Local
- Gujarat
- Morbi
- 237 Liquor Bottles Recovered From Old Ghutu Road, Vitthalpar Village And Dhunda Road; 2 Lakh Worth Of Money Seized, 4 Arrested
મોરબીએક કલાક પહેલા
- કૉપી લિંક

મોરબીમાં જૂના ઘુટુ રોડ પર વિદેશી દારૂ તથા બિયરના મુદ્દામાલ સાથે એક ઈસમને મોરબી પોલીસે ઝડપી પાડ્યો છે. આ અંગે સિટી બી ડિવીઝન પોલીસની ટીમે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બીજા બનાવમાં વાંકાનેરના વિઠ્ઠલપર ગામના પાટીયા પાસે બાઈકમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા એક ઈસમની વાંકાનેર તાલુકા પોલીસે ધરપકડ કરી છે. જ્યારે વધુ એક બનાવમાં મોરબીમાં રવાપર ધુનડા રોડ બાઈકમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા બે શખ્સોને પોલીસે ઝડપી પાડીને વધુ તપાસ હાથ ધરી છે.
27 વિદેશી દારૂ સહિત 1 લાખનો મુદ્દામાલ ઝડપાયો
મોરબી સિટી બી ડિવીઝન પોલીસની ટીમે ચોક્કસ બાતમીને આધારે જૂના ઘુટુ રોડ પર દિવ્ય ગોલ્ડ સિરામીક તથા સિલ્વરપાર્ક સોસાયટી પાછળ બાવળની કાંટમા દરોડા પાડ્યા હતા. જ્યાં આરોપી રવિ વિંઝવાડીયા અલગ અલગ કંપનીની કુલ 227 વિદેશી દારૂની બોટલ અને બિયરના 127 ટીન સહિત કુલ રૂપિયા 1,04,040ના મુદ્દામાલન સાથે ઝડપાયો હતો. જેમાં તેના અન્ય સાગરીત આરોપી દેવેન્દ્રસિંહ ઉર્ફે બબુ ઝાલાનું નામ ખુલ્યું હતું. જેથી પોલીસે તમામ મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
દારૂની 10 બોટલ અને બિયરના 10 ટીન મળી આવ્યા
વાંકાનેર તાલુકાના વિઠ્ઠલપર ગામના પાટીયા પાસે આરોપી મહેશ મેર મોટર સાઈકલ પર નીકળતા પોલીસે તેને અટકાવી તેની તલાશી લીધી હતી. જેમાં આરોપી મહેશ પાસેથી રૂપિયા 3000ની કિંમતની વિદેશી દારૂની 10 બોટલ અને 1000ની કિમતના બિયરના 10 ટીન મળી આવ્યા હતા. જેથી પોલીસે તેની અટકાયત કરી બાઈક તેમજ દારૂના જથ્થા સહિત કુલ રૂપિયા 44000નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ધુનડા રોડ પરથી 50 હજારનો મુદ્દામાલ કબ્જે
સિટી એ ડિવીઝન પોલીસની ટીમે રવાપર ધુનડા રોડ રવાપર રેસીડેન્સી સામેથી બાઈક પર નીકળેલા આરોપી હાર્દિક ગજરા અને સમીર સુમરાની તપાસ કરી હતી. જેમાં રૂપિયા 375ની કિંમતની વિદેશી દારૂની એક બોટલ મળી આવી હતી. પોલીસની સઘન તપાસમાં તેના અન્ય સાગરીત આરોપી ધીરેન ચાવડાનું નામ ખુલ્યું હતું. જેથી પોલીસે દારૂ અને બાઈક સહિત રૂપિયા 50375નો મુદ્દામાલ કબ્જે કરી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.