- Gujarati News
- Local
- Gujarat
- Porbandar
- More Than 24 Thousand Women Benefited Through Government Schemes In Porbandar; From Education To Plans For Remarriage To The Pursuit Of Social Status
પોરબંદર11 મિનિટ પહેલા
- કૉપી લિંક

મહિલાઓ આત્મનિર્ભર તથા સ્વાવલંબી બને તે માટે સરકાર મહિલાઓને સમાજના મુખ્ય પ્રવાહમાં લાવવા માટે અનેકવિધ યોજનાઓનો લાભ પહોંચાડી રહી છે. જેમાં મુખ્યત્વે વહાલી દીકરી યોજના, ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના, ગંગા સ્વરૂપા પુનઃલગ્ન આર્થિક સહાય યોજના તથા સખી વન સ્ટોપ સેન્ટરનો સમાવેશ થાય છે.
પોરબંદરમાં કુલ 21 હજારથી વધુ મહિલાઓને આર્થિક સહાય
મહિલાઓ પોતાનું જીવન ગૌરવતાપૂર્ણ રીતે વ્યતીત કરી શકે તેમજ આજના આધુનિક યુગના પ્રવાહમાં તાલમેલ સાધી શકે તે હેતુથી સરકાર દ્વારા ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે. જેમાં વિધવા બહેનોને મહિને રૂપિયા 1250ની આર્થિક સહાય DBTના માધ્યમથી તેમના બેન્ક એકાઉન્ટમાં જમા કરાવવામાં છે. પોરબંદર જિલ્લામાં વર્ષ 2022-23 અંતર્ગત કુલ 21068 હજાર કરતાં વધારે ગંગા સ્વરૂપા બહેનોને આર્થિક સહાય ચૂકવવામાં આવી છે. જે અંતર્ગત પોરબંદર તાલુકામાં શહેરી વિસ્તારની 8 હજાર બહેનો તથા ગ્રામ્ય વિસ્તારની 5690 બહેનો મળી તાલુકામાં કુલ 14683 જેટલી બહેનોને આર્થિક સહાય ચૂકવવામાં આવી છે. જ્યારે રાણાવાવ તાલુકાની 3776 તથા કુતિયાણાના તાલુકાની 2706 મહિલાઓને આર્થિક સહાય ચૂકવવામાં આવી છે.
કુલ 50 હજારની સહાય ચૂકવવામાં આવે છે
સમાજના સાંપ્રત પ્રવાહમાં મહિલાઓને પુનઃસ્થાપિત કરવા તેમજ સામાજિક માનસિકતામાં પરિવર્તન લાવવા માટે ગંગા સ્વરૂપા પુનઃલગ્ન આર્થિક સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે. જેમાં રૂપિયા 25 હજારની સહાય પુનઃલગ્ન કરનાર ગંગા સ્વરૂપા બહેનોના ખાતામાં સીધી ચૂકવવામાં આવે છે. 25 હજાર રાષ્ટ્રીય બચત પત્રોમાં રોકાણ કરી એમ કુલ 50 હજારની સહાય ચૂકવવામાં આવે છે. જે અંતર્ગત પોરબંદર જિલ્લામાં વર્ષ 2022-23માં કુલ 11 ગંગા સ્વરૂપા બહેનોને યોજનાનો લાભ પ્રાપ્ત થયો છે.
3559 વિદ્યાર્થાનીઓને વહાલી દીકરી યોજનાનો લાભ
દીકરીઓનું ભવિષ્ય સુરક્ષિત થાય તેમજ દીકરીઓમાં શિક્ષણનો ડ્રોપ આઉટ રેશિયો ઘટે તે હેતુથી સરકાર દ્વારા વહાલી દીકરી યોજના અમલમાં મૂકવામાં આવી છે. જેમાં દીકરીને ધો.1માં પ્રવેશ મેળવતી વખતે 4 હજાર, ધો.9 માં પ્રવેશ વખતે 6 હજાર તેમજ દીકરી 18 વર્ષની ઉંમરે 1 લાખ એમ મળીને કુલ 1 લાખ 10 હજારની સહાય ચૂકવવામાં આવે છે. જે અંતર્ગત પોરબંદર જિલ્લામાં વર્ષ 2022-23માં કુલ 3559 જેટલી દીકરીઓને વહાલી દીકરી યોજનાનો લાભ પ્રાપ્ત થયો છે.