વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લામાંથી 240 ટીમો દ્વારા માર્ચ એન્ડીંગ સુધીમાં 11.40 કરોડના બાકી બિલની વસૂલાત કરી | 240 teams from Valsad, Navsari and Dang districts recovered outstanding bills of 11.40 crore till March ending. | Times Of Ahmedabad

વલસાડ12 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લામાં 10 માર્ચ સુધીમાં 85 હજારથી વધુ વીજ કંપનીના ડિફોલ્ટરોના મીટર કટ કરવામાં આવ્યા

માર્ચ મહિનો આવતાની સાથે વીજ કંપની દ્વારા બાકી બિલોની રિકવરી તેજ કરવામાં આવે છે. માર્ચ મહિનાના અંત સુધીમાં વીજ કંપની દ્વારા તમામ ડિફોલ્ટરો પાસે રિકવરી સૂચના આપવામાં આવી હતી. વલસાડ વીજ કંપનીની સર્કલ કચેરી હેઠળ આવતા વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લામાં વીજ કંપની દ્વારા વીજ બિલ બાકી રાખતા ગ્રાહકો પાસે રિકવરી હાથ ધરવામાં આવે છે. ચાલુ વર્ષે પણ વીજ કંપની દ્વારા વલસાડ સર્કલ ઓફીસ હેઠળ આવતા વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લામાં કુલ 240થી વધુ વીજ કંપનીની ટીમ રિકવરી માટે લગાવવામાં આવી છે. ઘણા સમયથી વીજ કંપનીનું બિલ બાકી રાખતા ડિફોલ્ટરો પાસે વીજ કંપની દ્વારા કડકાઇથી બાકી રહેલા બિલની ઉઘરાણી કરવામાં આવી હતી. 31 માર્ચ સુધીમાં કુલ 85 હજાર ડિફોલ્ટર ગ્રાહકોના વીજ કનેકશન કાપીને કુલ 11.40 કરોડની વીજ બિલની વસુલાત કરવામાં આવી છે.

હિસાબી વર્ષ પૂર્ણ થતાં વીજ કંપની બાકી બિલની રિકવરી તેજ કરતી રહે છે. વીજ કંપનીના ડિફોલ્ટરો જે સમયસર બીલ ન ભરતા હોય તેવા વીજ ગ્રાહકો પાસે કડકાઇથી વીજ બીલની ઉઘરાણી કરવામાં આવી હતી. માર્ચ મહિનો અવતાની સાથે વલસાડ સર્કલ કચેરીના 240 રિકવરી ટીમ 2 માસથી વધુ ના વીજ બિલ બાકી રાખતા વીજ ગ્રાહકો સામે કડકાઈથી રિકવરી કરવામાં આવે છે. હાઇટેનશન વીજ કનેકશન 1500 જેટલા ગ્રાહકો છે. વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લામાં આવેલા 5465 ઉદ્યોગોને વીજ પુરવઠો આપવામાં આવી રહ્યો છે.

વલસાડ સર્કલ હેઠળ વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લામાં 11,19,444થી વધુ વીજ ગ્રાહકો આવ્યા છે. વલસાડ સર્કલ કચેરી દ્વારા રોજના 2500થી વધુ વીજ ગ્રાહકો પાસે રિકવરી માટે વીજ કંપનીની ટીમ વીજ ગ્રાહકો પાસે રિકવરી માટે મળે છે. વીજ બિલ સમયસર ન ભરતા વીજ ગ્રાહકોના વીજ કનેશન કાપી નાખવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post