الثلاثاء، 28 مارس 2023

સંક્ર્મણે ગતિ પકડી, આજે વધુ 25 દર્દીઓ નોંધાયા, પોઝિટિવ કેસની સંખ્યાએ સદી વટાવી, 2 દર્દીઓ ક્રિટિકલ | Infection picks up pace, 25 more patients reported today, number of positive cases crosses century, 2 patients critical | Times Of Ahmedabad

રાજકોટ5 મિનિટ પહેલા

  • કૉપી લિંક

રાજકોટ શહેરમાં દિવસેને દિવસે કોરોના કેસની સંખ્યામાં વધારો થતો જોવા મળી રહ્યો છે. ગઈકાલે 19 કેસ પોઝિટિવ સામે આવ્યા બાદ આજે વધુ 25 કેસ નોંધાયા છે અને આ સાથે રાજકોટ શહેરમાં કોરોના પોઝિટિવ કેસનો આંક 156 પહોંચી ચુક્યો છે જેમાં 154 દર્દી હોમ આઇસોલેટ છે જયારે 2 દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી
રાજકોટ શહેરમાં આજે વધુ 25 દર્દીના કોરોના રિપોર્ટ પોઝિટિવ સામે આવ્યા છે. જેમાં 12 મહિલા અને 13 પુરુષનો સમાવેશ થાય છે. આજે નોંધાયેલ 25 દર્દીઓમાથી એક પણ દર્દીની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. 25 પૈકી 12 દર્દીએ વેક્સિનના 3 ડોઝ અને 11 દર્દીએ વેક્સિનના 2 ડોઝ લીધા હોવાનું સામે આવ્યું છે. જયારે 2 દર્દીની ઉંમર 18 વર્ષથી ઓછી હોવાથી તે વેક્સીન લેવા માટે એલિજિબલ નથી માટે વેક્સીન ન લીધી હોવાનું સામે આવ્યું છે.

યોગ્ય નિદાન કરવું જરૂરી
ઉલ્લેખનીય છે રાજકોટ શહેરમાં એક્ટિવ 156 કેસ પૈકી 150 દર્દી ફૂલ વેક્સીનેટેડ છે. જયારે 2 દર્દી હોસ્પિટલાઇઝ છે તેમની પણ તબિયત સ્ટેબલ હોવાનું માનવામાં આવી રહ્યું છે. જયારે આજે 15 દર્દીને ડિસચાર્જ આપવામાં આવ્યા છે. આમ દિવસે દિવસે વધતા જતા કોરોનના પોઝિટિવ કેસને લઇ લોકોએ પણ સાવચેત રહેવું જરૂરી બન્યું છે અને સીમટમ્સ જણાય તો તાત્કાલિક ટેસ્ટિંગ કરાવી યોગ્ય નિદાન કરાવવું જરૂરી બન્યું છે.

.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.