સુરેન્દ્રનગર3 કલાક પહેલા
- કૉપી લિંક
આસામથી નેપાલ અને બાંગ્લાદેશ થઇ સમગ્ર ભારતના મુખ્ય મંદિરોની સાયકલ યાત્રા પર નિકળેલા 25 વર્ષીય યુવાન કરણ સૂત્રોધાર પાટડી પહોંચતા પાટડી આરએસએસ તેમજ બજરંગદળ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ. મૂળ આસામના કરણ સૂત્રોધારે DB ડીજીટલ સાથેની ખાસ મુલાકાતમાં જણાવ્યું કે, હું આસામથી 3 નવેમ્બર 2022ના રોજ નિકળ્યો હતો. અને આ સાયકલ યાત્રાનો મુખ્ય ઉદેશ ભારત 12 જ્યોતિર્લિંગ, ચાર ધામ, 51 શક્તિપીઠ, જૈન મંદિર, બુધ્ધ મંદિર અને 10 ગુરૂદ્વારા સહિત ભારતના તમામ મંદિરોની સાયકલ યાત્રાએ નિકળ્યો છુ.
મારી સાથે મારી સાયકલ અને મારા કાન્હાજી છે. રસ્તામાં મુસીબતો પણ ઘણી આવી, પણ સાથે સમાધાન પણ મળ્યું છે. જો ગણીએ તો 10માંથી 6 % મુસીબતો આવે છે, તો 4 % સમાધાન પણ સાથે મળે છે. હું આસામથી નીકળીને નેપાલ અને બાંગ્લાદેશ થઇ હવે ભારતમાં પહોંચ્યો છુ. મને પહેલી વખત મનમાં વિચાર આવ્યો અને હું મારા કાન્હાજી સાથે સાયકલ યાત્રાએ નિકળ્યો હતો. હું કોઇ રેકોર્ડ બુક કરવા માટે નહીં, પરંતુ ઇશ્વરના ખાતામાં રેકોર્ડ બુક કરાવવો છે.