ચૈત્રી નવરાત્રિએ માતાના મઢમાં આજે 25 હજાર ભક્તોએ શીશ ઝૂકાવ્યું, માંડવીનો યુવક તિરંગા સાથે કરી રહ્યો છે પદયાત્રા | On Chaitri Navratri, 25 thousand devotees bowed to the shrine of Mata today, Mandvi youth is doing padayatra with tricolor. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Kutch
  • On Chaitri Navratri, 25 Thousand Devotees Bowed To The Shrine Of Mata Today, Mandvi Youth Is Doing Padayatra With Tricolor.

કચ્છ (ભુજ )એક કલાક પહેલા

  • કૉપી લિંક

કચ્છની કુળદેવી આઈ શ્રી આશાપુરા માતાજીના સ્થાનક માતાના મઢ ખાતે આમ તો કાયમ યાત્રિકોની ભીડ રહેતી હોય છે. પરંતુ આસો અને ચૈત્રી નવરાત્રિના અવસરે ભાવિકોની ભીડમાં વ્યાપક વધારો જોવા મળતો હોય છે. આજે પાંચમના દિવસે વહેલી સવારથીજ આસ્થાળુઓ માતાજીની મૂર્તિના દર્શને પહોંચ્યા હતા. જ્યાં સાંજ સુધીમાં અંદાજિત 25 હજાર જેટલા ભાવિક માઇભક્તોએ માતાજીના મંદિરે શીશ ઝુકાવ્યું હતું. સમગ્ર કચ્છ અને બહારથી આવતા લોકોના ભોજન પ્રસાદની વ્યવસ્થા જાગીર ટ્રસ્ટના માર્ગદર્શન હેઠળ ચાલી રહી છે.

યુવક મંડવીથી માતાનામઢ સુધી વર્ષમાં બે વખત તિરંગાયાત્રા કરે છે
માંડવીના ભગવાનજી ખારવા છેલ્લા ઘણા વર્ષોથી વર્ષની આસો અને ચૈત્રી નવરાત્રિએ માતાના મઢ સુધીની પદયાત્રા હાથમાં તિરંગો રાખીને પૂર્ણ કરે છે. માતાજી પ્રત્યે અતૂટ આસ્થા રાખતા ભગવનજીભાઈ નાનપણથી હાથમાં રાષ્ટ્રધ્વજ રાખી દેશભકિના ગીતો ગાતા માતાનામઢ પહોંચે છે. યાત્રા દરમિયાન માર્ગમાં આવતા સેવા કેમ્પની મુલાકાત વેળાએ તેઓ તિરંગાનું ખાસ ધ્યાન રાખે છે. જે પોતાની શ્રદ્ધાના બળે ધર્મની સાથે લોકોમાં દેશભક્તિનો સંદેશ પણ ફેલાવે છે.

દરમિયાન માતાના મઢ ખાતે રાત્રિના યોજાતી ગરબીમાં આજે મહા આરતી બાદ ભજનિક ઉમેશ બારોટના સ્વરે રાસ ગરબાનો ભક્તિમય કાર્યક્રમ યોજાશે , જેમાં મોટી સંખ્યમાં ભાવિકો જોડાશે એવું સ્થાનિકના ભરત ત્રિપાઠીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે…