Thursday, March 9, 2023

હિંમતનગર એસટી સ્ટેન્ડ પર આધેડ દંપતીને ત્રણ અજાણ્યા ઈસમોએ કારમાં બેસાડ્યા; નજર ચૂકવી 2.54 લાખના દાગીના ચોરી છૂમંતર | At the Himmatnagar ST stand, a middle-aged couple was picked up in a car by three unidentified men; 2.54 lakh jewelry stolen by paying attention | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Sabarkantha
  • At The Himmatnagar ST Stand, A Middle aged Couple Was Picked Up In A Car By Three Unidentified Men; 2.54 Lakh Jewelry Stolen By Paying Attention

સાબરકાંઠા (હિંમતનગર)11 મિનિટ પહેલા

  • કૉપી લિંક

હિંમતનગરમાં સામાજિક પ્રસંગે હાજરી આપવા આવેલા ભિલોડાના આધેડ દંપતી હિંમતનગર આવ્યા હતા. પરત ભિલોડા તરફ જવા હિંમતનગર બસ સ્ટેન્ડ પાસે આવતા અરવલ્લી જિલ્લાના અજાણ્યા ત્રણ ઈસમોએ રોક્યા હતા. જ્યાં સેન્ટ્રો ગાડીમાં બેસાડી સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચના અધિકારીની ઓળખ આપી આધેડ દંપતીએ પહેરેલાં સોનાના દાગીના ઉતરાવી ગાંભોઈ નજીક પોલીસનું ચેકિંગ છે. અમે તપાસ કરીને પરત આવીએ છીએ તેમ કહી સોનાના દાગીના સાથે ફરાર થઈ જતા હિંમતનગર બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.

અરવલ્લી જિલ્લાના ભિલોડા મુકામે આર્ટસ કોમર્સ કૉલેજની સામે આવેલી અંબિકા પાર્ક સોસાયટીમાં રહેતા 60 વર્ષિય આધેડ કેશા ખટીક એમના પત્ની અને પૌત્ર સાથે ગત રોજ 3 માર્ચ 2023ના રોજ તેમના સંબંધીના ત્યાં સામાજિક પ્રસંગમાં હાજરી આપવા ભિલોડાથી હિંમતનગર આવ્યા હતા. દરમિયાન સામાજિક પ્રસંગમાં હાજરી આપ્યા બાદ આધેડ દંપતી તથા પૌત્ર બપોરના આશરે બારેક વાગ્યાના સુમારે ભિલોડા તરફ પરત જવા નીકળ્યા હતા. ત્યારે હિંમતનગરના મુખ્ય બસ સ્ટેન્ડ પાસે અરવલ્લી જિલ્લાના ત્રણ ઈસમો પૈકી એક ઈસમે 60 વર્ષીય આધેડની પાસે આવી અમારે ભીલોડા જવાનું છે તેમ કહી અમારી સાથે ચાલો તેમ કહી સેન્ટ્રો કારમાં બેસાડી દીધા હતા.

અરવલ્લી જિલ્લાના અજાણ્યા ત્રણ ઈસમોએ અમો CID ક્રાઇમ બ્રાન્ચ પોલીસ છીએ તેમ કહી પોલીસ તરીકેની ઓળખાણ આપી તેઓની સેન્ટ્રો કારમાં બેસાડી દીધા બાદ રસ્તામાં પોલીસનું ચેકિંગ ચાલે છે. તેમ કહી 60 વર્ષિય આધેડ તથા તેમની પત્નીના પહેરેલ સોનાના અલગ અલગ દરના દાગીના કુલ કિં.રૂ! 2,54,280ના ઉતરાવી કાગળના કવરમાં મુકી દીધા હતા. ત્યારબાદ આધેડ દંપતીની નજર ચુકવી આધેડની જાણ બહાર સોનાના દાગીના લઇ ચોરી કરી તેવુ જ બીજુ કવર એમના હાથમાં મુકી દાગીના ચોરી કરી લીધાં. બાદમાં અરવલ્લી જિલ્લાના ત્રણેય ઈસમોએ ગાંભોઈ નજીક આધેડ દંપતીને પોલીસનું ચેકિંગ વધારે છે અમો ચેક કરીને અહીં પાછા આવીએ છીએ. તેમ કહી ગાંભોઈ નજીકથી સેન્ટ્રો ગાડી લઈ ફરાર થઈ ગયા હતા. ત્યારબાદ અરવલ્લી જિલ્લાના ત્રણેય ઈસમો પરત નહીં આવતા 60 વર્ષિય આધેડ દંપતી હાફળા ફાફળા બની ગયા હતા અને પરત ભિલોડા મુકામે ગયા હતા. આ બનાવ અંગે ઘરમાં પોતાના પુત્રને જાણ કરી હતી અને ત્યારબાદ ધુળેટીના દિવસે હિંમતનગર બી ડિવિઝન પોલીસ મથકે અરવલ્લી જિલ્લાના અજાણ્યા ત્રણ ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: