અમીરગઢ બોર્ડર પરથી પોલીસે કારમાંથી 27 લાખની રોકડ રકમ સાથે ત્રણ શખ્સોને ઝડપી પૂછપરછ હાથ ધરી | From Amirgarh border, police conducted quick interrogation of three persons with cash amount of 27 lakhs from the car. | Times Of Ahmedabad

બનાસકાંઠા (પાલનપુર)33 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ગુજરાતની અમીરગઢ બોર્ડર પર 27 લાખની રોકડ રકમ વાહન ચેકીંગ દરમિયાન એક કારમાંથી મળી આવી છે. પોલીસે કાર સહિત 3 ઈસમોની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે. રાજસ્થાનના નાગોરના 3 વ્યક્તિઓ કાર લઈ આવી રહ્યા હતા. ગુજરાત પોલીસે પકડાયેલી રોકડના આધાર પુરાવા માગ્યા છે.

ગુજરાતના ઈસાન સરહદે આવેલી અમીરગઢ બોડર પરથી આજે વાહન ચેકીંગ દરમિયાન એક ગાડીમાંથી 27 લાખની રોકડ રકમ મળી આવી હતી. અમીરગઢ પોલીસ માવલ બોર્ડર પર રૂટિંગ ચેકીંગ કરી રહી હતી જે દરમિયાન રાજેસ્થાન તરફથી એક શંકાસ્પદ ગાડી મળી આવતા પોલીસ તેને સાઈડમાં કરી તપાસ કરતા ગાડીમાંથી રોકડા 27 લાખ જેટલી મોટી રકમ મળી આવી હતી. જેથી પોલીસે ગાડીમાં સવાર ત્રણ ઈસમોની અટકાયત કરી હતી. સમગ્ર મુદ્દામાલ અમીરગઢ પોલીસ સ્ટેશન લાવી તપાસ હાથ ધરાઈ છે.

અમીરગઢ પોલીસે પૂછપરછ કરતા ત્રણેય ઈસમ રાજેસ્થાનના નાગોરના હોવાનું જાણવા મળ્યું હતું. આ ઈસમો ક્યાંથી પૈસા લઈને આવ્યાં અને કયા લઈ જવાના હતા તે અંગે કઈ માહિતી સામે આવી નથી. ઈસમો જોડે 27 લાખ જેટલી રકમના આધાર પુરાવા અંગે અમીરગઢ પીઆઇએ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post