રાજકોટના ડો.દસ્તુર માર્ગ સામે રૂ.2.80 કરોડના ખર્ચે નિર્માણ, રેલવે વિભાગ દ્વારા RMCને લીલીઝંડી | Construction at a cost of Rs.2.80 crore opposite Dr. Dastur Marg, Rajkot, Railway Department gives green light to RMC | Times Of Ahmedabad
રાજકોટએક કલાક પહેલા
- કૉપી લિંક
અન્ડરપાસની ડીઝાઇન
રાજકોટમાં સતત ધમધમતા રહેતા એસ્ટ્રોન ચોક નજીક ડો.દસ્તુર માર્ગ સામે રૂ.2.80 કરોડના ખર્ચે મનપા દ્વારા અન્ડરપાસનું નિર્માણ થશે. જેમાં 2.5 મીટર ઉંચાઇ, 4-4 મીટરના બે ગાળા અને 18 મીટર લંબાઇ ધરાવતો અન્ડરપાસ બનશે.
મનપાની રેલવે સાથે મિટીંગ મળી
આ માટે રેલવે ટ્રેક સુધીના એપ્રોચ રોડ પર વધુ એક અન્ડરપાસ બનાવવાની દિશામાં કરવામાં આવી રહેલા સઘન પ્રયાસોના ભાગરૂપે ગત તારીખ 17/03/2023ના રોજ રેલ્વે વિભાગ સાથેના જુદા જુદા પ્રશ્નો અંગે મિટીંગ મળેલ હતી. આ મિટીંગમાં સાંસદ મોહન કુંડારીયા, મેયર ડો.પ્રદિપ ડવ,બાંધકામ સમિતિ ચેરમેન કેતનભાઈ પટેલ, સિટી એન્જીનીયર એચ.એમ. કોટક, એચ.યુ. દોઢિયા તેમજ રેલ્વે વિભાગના સબંધક સ્ટાફ હાજર રહેલ.
ટ્રાફિકની સરળતા ડો.દસ્તુર માર્ગ યોગ્ય
આ મિટીંગમાં અન્ય મુદ્દાઓની સાથે શહેરની ટ્રાફિકની સરળતા માટે હયાત એસ્ટ્રોન નાલાની બાજુમાં ડો. હોમી દસ્તુર માર્ગ સામે નવું નાલુ બનાવવાનું આયોજન કરવામાં આવેલ છે, તે માટે પણ જરૂરી ચર્ચા કરવામાં આવેલ. આ બાબતે બાંધકામ સમિતિ ચેરમેન કેતનભાઇ પટેલ દ્વારા સતત ફોલોઅપ કરવામાં આવી રહ્યુ હતુ સાંસદ મોહન કુંડારીયાની મધ્યસ્થીથી રેલવે વિભાગ દ્વારા પ્રાથમિક મંજુરી મંજૂરી મળેલ છે.
રેલવે વિભાગ દ્વારા મંજુરી આપવામાં આવી
રૂ.2.80 કરોડનો ખર્ચ થશે
આ અંગે વિગતો આપતા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલે જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ અંગેનુ આયોજન કરી પ્રાથમિક મંજુરી માટે તારીખ 04-03-2023ના રોજ રેલવે વિભાગની મંજુરી માંગવામાં આવેલ, અને જરૂરી પ્રશ્નોની ચર્ચા અને સંકલન માટે તા. 17/03/2023ના રોજ બંન્ને વિભાગોની સંયુક્ત મિટિંગ મળી હતી. જે બાદ રેલવે વિભાગ દ્વારા આ પ્રોજેક્ટને પ્રાથમિક મંજુરી આપવામાં આવી છે. જેમાં રૂ.2.80 કરોડનો અંદાજીત ખર્ચની રકમ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રેલવે વિભાગને ચુકવવાની રહેશે.
ટ્રાફિકની સમસ્યા હળવી થશે
આ કામ અંતર્ગત 2.5 મીટર ઉંચાઇ, 4-4 મીટરના બે ગાળા અને 18 મીટર લંબાઇ ધરાવતો અન્ડરપાસ એ.વી.પી.ટી. દિવાલ દસ્તુર માર્ગની સામે હયાત એસ્ટ્રોન નાલા પાસે બનાવવામાં આવશે, સાથોસાથ લાઇન ઓફ પબ્લીક સ્ટ્રીટ અંતર્ગત ધર્મેન્દ્ર કોલેજની હોસ્ટેલ તરફની દિવાલ કાઢી, રસ્તો પણ પહોળો કરવામાં આવશે, જેનાથી આ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા ઘણી હળવી થશે અને લોકોની સુખાકારીમાં વધારો થશે.
Post a Comment