વડોદરામાં બેક્ટેરિયાવાળા પાણીના પાઉચ વેચવાના કેસમાં કંપનીના 3 સંચાલકોને કોર્ટે 6 માસની કેસની સજા | The court sentenced 3 company managers to 6 months in the case of selling water pouches containing bacteria in Vadodara | Times Of Ahmedabad

વડોદરા30 મિનિટ પહેલા

  • કૉપી લિંક
વડોદરા કોર્ટ. - Divya Bhaskar

વડોદરા કોર્ટ.

વડોદરા શહેરની મકરપુરા GIDCમાં આવેલ મેસર્સ ઓનેસ્ટ માર્કેટિંગમાં વડોદરા કોર્પોરેશનની ખોરાક શાખાની ટીમે વર્ષ 2012 દરમિયાન દરોડો પાડી પાણીના પાઉચના સેમ્પલો કબજે કર્યા હતા. જે સેમ્પલોમાં બેક્ટેરિયાનું પ્રમાણ જણાતા અનસેફ જાહેર થયા હતા. જે અંગેનો કેસ કોર્ટમાં ચાલી જતા કોર્ટે કંપનીના ત્રણેય સંચાલકોને 6 માસની સાદી કેદ અને 10 હજારનો દંડ જ્યારે ઉત્પાદક પેઢીને 10 હજારનો દંડની સજા ફટકારી છે.

સેમ્પલમાં બેક્ટેરિયાની હાજરી મળી હતી

વર્ષ – 2012માં મે મહિનામાં વડોદરા કોર્પોરેશનના ફુડ સેફ્ટી ઓફિસર એમ.જી.શાહના નિર્દેશ હેઠળ ખોરાક શાખાએ મકરપુરા જીઆઇડીસી પ્લોટ નંબર 450/bi-01 ખાતેની મેસર્સ ઓનેસ્ટ માર્કેટિંગમાં દરોડો પાડયો હતો અને પાણીના 1500 પાઉચમાંથી 64 પાઉચ કબજે કરી પૃથ્થકરણ અર્થે લેબોરેટરીમાં મોકલ્યા હતા અને તે અનસેફ જાહેર થયા હતા. ફૂડ એનાલિસ્ટના રિપોર્ટ મુજબ સેમ્પલમાં બેક્ટેરિયાની હાજરી મળી હતી. જેથી વેપારી હનીફ ઉમરભાઈ વ્હોરા (રહે. સમીમ પાર્ક સોસાયટી ,તાંદલજા રોડ ), દક્ષા અશોકભાઈ પઢીયાર (રહે. ઓમકારપુરમ સોસાયટી, પાદરા), ઇલિયાસ કાસમભાઇ વ્હોરા (રહે. સમીમ પાર્ક સોસાયટી, તાંદલજા રોડ ) અને ઉત્પાદક પેઢી મેસર્સ ઓનેસ્ટ માર્કેટિંગ વિરુદ્ધ કેસ દાખલ થયો હતો.

કોર્ટે આરોપીઓને શિક્ષાપત્ર ઠેરવ્યા

બંને પક્ષોની દલીલો અને પુરાવાની ચકાસણી બાદ કોર્ટે નોંધ્યું હતું કે, બેક્ટેરિયા વાળુ અનસેફ પાણીના પ્લાસ્ટિક પાઉચ બનાવી વેચાણ કરી ગુનો આચાર્યા હોવાનું ફરિયાદ પક્ષે નિ: શંકપણે પુરવાર કરેલ છે. આરોપીઓને સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006ની કલમ મુજબ શિક્ષાપાત્ર ઠરાવવાનો હુકમ કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم