વડોદરામાં દારુના નશામાં કાર લઇને નીકળેલા ખાનગી સિક્યુરીટીને પી.આઇ.નો રોફ મારવો ભારે પડ્યો, કારમાંથી 3 સ્ટાર પોલીસની વર્ધી મળી | In Vadodara, the private security who left the car under the influence of alcohol was severely beaten by the PI, the car got a 3-star police promotion. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • In Vadodara, The Private Security Who Left The Car Under The Influence Of Alcohol Was Severely Beaten By The PI, The Car Got A 3 star Police Promotion.

વડોદરા35 મિનિટ પહેલા

  • કૉપી લિંક
પી.આઇ.નો રોફ મારનાર નશામાં ધૂત સિક્યુરીટી ઝડપાયો - Divya Bhaskar

પી.આઇ.નો રોફ મારનાર નશામાં ધૂત સિક્યુરીટી ઝડપાયો

એરફોર્સમાંથી નિવૃત્ત થયા બાદ કારમાં 3 સ્ટાર લગાવેલી પોલીસ વર્ધી મૂકીને શહેરમાં પી.આઇ.નો રોફ મારી રહેલા નશામાં ધૂત ખાનગી સિક્યુરીટી જવાનની રાવપુરા પોલીસે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. દારુના નશામાં ધૂત આ મહાશય કુબેરભુવન પાસે કારમાંથી ડંડો કાઢી ટોળા ઉપર પી.આઇ.નો રોફ મારવાનો પ્રયાસો કર્યો હતો. પરંતુ, આ મહાશય નશામાં ધૂત હોઇ, ટોળાએ પોલીસ કંટ્રોલમાં ફોન કરતા, રાવપુરા પોલીસ સ્થળ પર દોડી આવી હતી. અને નશામાં ધૂત સિક્યુરીટી જવાનની ધરપકડ કરી પોલીસ મથક લઇ ગઇ હતી. આ મહાશય અગાઉ એમ.એસ. યુનિવર્સિટીમાં સિક્યુરીટી ઓફિસર તરીકે પણ ફરજ બજાવી ચૂક્યો છે.

બે ફાર કાર ચલાવનારને ટોળાએ રોક્યો
આ બનાવની વિગત એવી છે કે, શહેરના કુબેર ભવનની બાજુમાંના કોઠી ઢાળ પાસેથી એક કાર ચાલક પુરપાટ નીકળ્યો હતો. લોકોના જીવ જોખમમાં મુકાઇ તે રીતે કાર ચલાવતા ચાલકને પસાર થતાં વાહન ચાલકો તેમજ સ્થાનિક લોકોએ રોક્યો હતો. કાર ચાલકને રોકતાજ તેને કારમાં બેઠા-બેઠા પોતે પોલીસ ઇન્સ્પેક્ટર હોવાનું જણાવી અપશબ્દો બોલવાનું શરૂ કર્યું હતું. જોત જોતામાં લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું. ટોળાએ કારમાં નજર કરતા કાર ચાલક નશામાં ધૂત હતો. અને કારમાં 3 સ્ટાર લગાવેલી પોલીસ વર્ધી જોતો, લોકો પણ આ મહાશયને પોલીસ અધિકારી સમજી બેઠા હતા.

ફોન કરીને મદદ માંગી

ફોન કરીને મદદ માંગી

પોલીસ વર્ધી જોઇ ટોળું પણ ચોંક્યું
લોકોનું ટોળું ભેગુ થતાં અને ટોળા પૈકી એક વ્યક્તિએ કારની ચાવી કાઢી લેતા નશામાં ધૂત કાર ચાલક રોષે ભરાયો હતો. અને કારમાં મૂકી રાખેલો ડંડો લઇને ટોળાને મારવાનો પ્રયાસ કર્યો હતો. અને બેફામ અપશબ્દો બોલી રહ્યો હતો. કારમાં 3 સ્ટાર લગાવેલી પોલીસ વર્ધી જોઇને ટોળાએ નશામાં ધૂત મહાશયની સામે ઘર્ષણમાં ઉતરવાને બદલે પોલીસ કંટ્રોલમાં જાણ કરી દીધી હતી.

ટોળા પાસે ચાવી માંગી

ટોળા પાસે ચાવી માંગી

ટોળામાંથી ફરિયાદી બનાવવાનો પ્રયાસ
પોલીસ કંટ્રોલને મેસેજ મળતાજ રાવપુરા પી.સી.આર. વાન સ્થળ આવી પહોંચી હતી. અને નશામાં બકવાસ કરી રહેલા મહાશયની ધરપકડ કરી પોલીસ મથકમાં લઇ ગઇ હતી. રાવપુરા પોલીસ ટોળા પૈકી એક વ્યક્તિને પોલીસમાં ફરિયાદ લખાવવા માટે આવવા જણાવ્યું હતું. પરંતુ. ટોળા પૈકી એક પણ વ્યક્તિ પોલીસ મથકમાં ફરિયાદ આપવા ગયો ન હતો. અને પોલીસને જણાવ્યું કે, તમે ફરિયાદી બનીને કાર્યવાહી કરો.

કારમાં 3 સ્ટાર વર્ધી જોઇ લોકો ચોંક્યા

કારમાં 3 સ્ટાર વર્ધી જોઇ લોકો ચોંક્યા

પ્રાઇવેટ સિક્યુરીટીમાં નોકરી
નશામાં ધૂત મહાશયને પોલીસ મથકમાં લઇ ગયા બાદ તપાસમાં આ મહાશયનું નામ તપેશકુમાર બૈજનાથ ઝા (રહે. 104, સ્પીંગવુડ રેસીડેન્સી-2, જુના પાદરા રોડ, મુક્તિનગર પાસે, વડોદરા) હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે તેની કારમાંથી મળેલી 3 સ્ટાર લગાવેલી વર્ધી અંગે તપાસ કરતા તપેશકુમાર ઝા વર્ષ-2007માં એરફોર્સમાંથી નિવૃત્ત થયા હતા. અને તે બાદ એમ.એસ. યુનિવર્સિટીમાં સિક્યુરીટી ઓફિસર તરીકે લાગ્યા હતા. અને હાલ તેઓ પ્રાઇવેટ સિક્યુરીટીમાં નોકરી કરે છે. તેઓ કોઇ પોલીસ અધિકારી ન હોવાનું બહાર આવ્યું હતું.

પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુનો
રાવપુરા પોલીસે તપેશકુમાર ઝા સામે પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. ઉપરાંત તેની સામે કેફી પીણાના નશામાં કાર ચલાવી રાહદારીઓની જિંદગી જોખમમાં મુકવાનો પણ ગુનો દાખલ કર્યો હતો. પોલીસે તેની કાર કબજે કરી છે. કુબેરભુવન કોઠીના ઢાળ પાસે બનેલી આ ઘટનાએ ભારે ચકચાર જગાવી મૂકી હતી.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post