મહેસાણાએક કલાક પહેલા
- કૉપી લિંક
મહેસાણામાં જીગ્નેશ મેવાણીની આઝાદી કુચ કેસમાં કોર્ટ મહત્વનો ચુકાદો આપ્યો છે.2017મા જીગ્નેશ મેવાણી સહિતના લોકોએ મહેસાણાથી ધાનેરા સુધી યોજી હતી આઝાદી કૂચ. જે કેસમાં જીગ્નેશ મેવાણી,સુબોધ પરમાર,રેશમા પટેલ,કૌશિક પરમાર,સહિત અન્ય વિરુદ્ધ ફરિયાદ થઈ હતી જે કેસમાં દોષિતને મહેસાણા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ કલાસ કોર્ટ તમામ આરોપીને 3 માસની સજા ફટકારી હતી જેની સામે સેસન્સ કોર્ટમાં કરેલી અપીલમાં તમામ દોષિતને નિર્દોષ છોડી મુકવાનો આદેશ કરવામાં આવતા.તમામ આરોપીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.ત્યારે આજે મહેસાણા કોર્ટમાં જીગ્નેશ મેવાણી સહિતના આરોપી ઉપસ્થિત રહ્યા હતા.અને નિર્દોષ છૂટવાની ખુશી વ્યક્ત કરી હતી.
અમારી પર ખોટા કેસો કર્યા આખરે કોર્ટ નિર્દોષ જાહેર કર્યા
જીગ્નેશ મેવાણીએ ‘દિવ્ય ભાસ્કર’ને જણાવ્યું કે બનાસકાંઠાના ધાનેરા પાસે લવારા ગામે 49 વર્ષ અગાઉ સરકારે ખેત મજૂરને જમીન મલિક બનાવેલ એ જમીનમાં કેટલાક અસામાજિક તત્વો ઘુસી ગયેલા. વધુમાં ભાસ્કરને જણાવ્યું કે, અસામાજિક તત્વોને દૂર કરી મૂળ લાભાર્થ પોતાની જમીન ખેડી શકે એના માટે 2016 અને 2017માં ઉના કાંડ નિમિતે મહેસાણાથી ધાનેરા સુધી આઝાદી કૂચ કરવામાં આવી હતી.જેમાં પોલીસ પરમિશન નહોતી તેવું કારણ ધરી અમારી વિરુદ્ધ ખોટો કેસ કરવામાં આવ્યો.જે કેસમાં ન્યાય તંત્ર એ અમને છોડી મૂક્યા છે.
આંદોલન કરનારાને BJP તંત્રનો ઉપયોગ કરી દબાવે છે
રેશમા પટેલે ભાસ્કરને જણાવ્યું કે, 2017માં આઝાદી કૂચ કરી કાર્યક્રમ યોજવામાં આવ્યો.જેમાં દલિત વંચિત જમીન વિહોણા લોકો હતા એના માટે ન્યાયની લડાઈ હતી.જેના ભાગ રૂપે અમે આંદોલન કર્યું ત્યારે ભારતીય જનતા પાર્ટીએ ખોટા કેસો કરી એમાં અમને ત્રણ માસની સજા થઈ હતી.આજે મહેસાણા કોર્ટ અમને નિર્દોષ જાહેર કર્યા છે.એના માટે સંવિધાન પર રહેલો વિશ્વાસ મજબૂત બને છે.હાલમાં ભારતીય જનતા પાર્ટી નું એક હથ્થું શાસન થઈ ગયું છે.કોઈ પણ આંદોલન કરવા નીકળે એની સામે તંત્રનો દુરુપયોગ કરી કેવી રીતે દબાવવા એનું કાર્ય થઈ રહ્યું છે.