અમદાવાદ27 મિનિટ પહેલા
- કૉપી લિંક

સાબરમતી ગાંધીવાસમાં ધુળેટીના દિવસે જુગાર રમવાની ના પાડતા કેટલાક લોકોએ પથ્થરમારો કર્યો હતો જેમાં એક વ્યક્તિ ઘાયલ તગતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં 4 દિવસે સારવાર દરમિયાન મોત થતા પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી.પોલીસે હત્યા કરનાર 3 આરોપીઓને ઝડપી લીધા છે.
ગાંધીવાસમાં જુગાર રમાવ આવેલા લોકોને અરવિંદ પરમારે ના પાડી હતી જેટનજ અદાવત રાખીને કેટલાક લોકોએ અરવિંદભાઈ સાથે બોલાચાલી કરી હતી.અરવિંદભાઈને ફેટો અને પથ્થર પણ માર્યા હતા જેના કારણે ધુળેટીના દિવસે અરવિંદભાઈએ દાખલ કર્યા હતા.સારવાર દરમિયાન અરવિંદભાઈનું મોત થયું હતું જેથી સાબરમતી પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી.પોલીસે જયેશ પરમાર નામના આરોપીને ઝડપી પાડ્યો હતો ત્યારબાદ સમીર ઠાકોર અને શેખર ઠાકોર નામના અન્ય 2 આરોપી એમ કુલ 3 આરોપીઓને ઝડપી પાડ્યા હતા.આરોપીઓની ધરપકડ કરીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.