આણંદએક કલાક પહેલા
- કૉપી લિંક

આણંદના ઉમરેઠમાં ભાજપનો કાર્યકર 30 હજાર રૂપિયાના દારૂ સાથે ઝડપાતા ચકચાર મચી છે. ઉમરેઠ પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન એક સોસાયટી પાસેથી પસાર થઈ રહી હતી જે સમયે એક યુવક પોલીસને જોઈ પાછું વળી દોડવા લાગ્યો હતો. જેથી પોલીસે તેને ઝડપી લેતા તેના પાસેથી દારૂની બોટલ મળી આવી હતી.પોલીસે કડકાઈથી પૂછપરછ કરતા બુટલેગર કાર્યકરે નજીકમાં સંતાળેલો દારૂનો જથ્થો પોલીસને બતાવી દીધો હતો.ઉમરેઠ પોલીસે દારૂનો જથ્થો કબ્જે લઈ તેની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ઉમરેઠ પોલીસની ટીમ પેટ્રોલિંગ દરમ્યાન પટેલ વાડીથી આગળ કર્ણાવતી સોસાયટી પાસેથી પસાર થઈ રહી હતી. આ સમયે માર્ગ પરથી પસાર થઈ રહેલો એક યુવક પોલીસને જોઈને એકદમ પાછો વળી દોડવા લાગ્યો હતો. જેથી શંકા જતા પોલીસે પણ તેની પાછળ દોડી તેને અટકાવ્યો હતો.યુવક કમરના ભાગે કઈક છુપાવતો હોવાનું જણાતા પોલીસે તેની અંગજડતી લેતા સ્કોચ વિહીસ્કીની બોટલ મળી આવી હતી.ઉમરેઠ પોલીસ દ્વારા તેનું નામ પૂછતા તેણે પોતાની ઓળખ ભૌમિક પ્રવીણભાઈ પટેલ (રહે. ઉમરેઠ ખારવાવાડી, ભાથીજી મંદિર પાસે) તરીકે આપી હતી.
ઉમરેઠ પોલીસે તેની વધુ કડકાઈથી પૂછપરછ કરતા તેણે કર્ણાવતી સોસાયટી , સુંદલપુરા રોડની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યામાં ઝાડી ઝાખરામાં બે મીણીયા કોથળામાં વિદેશી દારૂનો જથ્થો સંતાડ્યો હોવાની કબુલાત કરી હતી.યુવકે દર્શાવેલ સ્થળે પહોંચી પોલીસે સ્થળ તપાસ કરતા ત્યાંથી પણ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. ઉમરેઠ પોલીસે 30,હજારનો દારૂ કબજે લઇ આરોપી ભૌમિક પટેલની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
મહત્વનું છે કે ઉમરેઠનો ભૌમિક પ્રવીણભાઈ પટેલ ભાજપનો કાર્યકર છે.પાર્ટીના નાના મોટા કાર્યકમોમાં ભાજપનો ખેસ પહેરી સદા આગળ રહેતો ભૌમિક પટેલ આ અગાઉ પણ તે દારૂ વેંચતા પકડાયો હતો અને ઉમરેઠ પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી.