- Gujarati News
- Local
- Gujarat
- Surat
- Surat Police Will Keep An Eye On Vehicle Drivers With Laser Speed Guns, Police Team With 30 Laser Guns Deployed On The Road
સુરત10 મિનિટ પહેલા
- કૉપી લિંક
સુરત ટ્રાફિક પોલીસ હવે લેસર સ્પીડ ગન સાથે રસ્તા પર રહી ઓવર સ્પીડ પર જતા વાહન ચાલકો સામે કરશે કાર્યવાહી
સુરત પોલીસ દ્વારા શહેરમાં ઓવર સ્પીડ પર વાહનોને ચલાવનાર સામે લાલ આંખ કરી છે. સુરત પોલીસ દ્વારા શહેરના જુદા જુદા રસ્તાઓમાં હવે લેઝર સ્પીડ ગનથી નજર રાખવામાં આવશે. જેને લઇ શહેરમાં નબીરાઓ માટે આ સ્પીડ ગન ખતરાની ઘંટી બની રહેશે. સુરત શહેર ટ્રાફિક પોલીસને સરકાર તરફથી 30 લેઝર સ્પીડ ગન ફાળવવામાં આવી છે. અને આજથી જ શહેરના જુદા જુદા રસ્તાઓ પર પોલીસ આ લેઝર સ્પીડ ગનથી નજર રાખી કાર્યવાહી કરવાની શરૂઆત કરી છે.
સ્પીડ ગનથી પોલીસ રસ્તા પર નજર રાખશે
સુરત ટ્રાફિક પોલીસ હવે ખાખી વર્દીની સાથે લેઝર સ્પીડ ગન લઈ આવ્યું છે. શહેરના રસ્તાઓમાં ઓવર સ્પીડ પર ચલાવનાર વાહનચાલકો પર ખાસ નજર રાખવા માટે સુરત ટ્રાફિક પોલીસને લેઝર સ્પીડ ગન ફાળવવામાં આવી છે. સુરત પોલીસને સરકાર દ્વારા 30 જેટલી લેઝર સ્પીડ ગન ફાળવવામાં આવી છે. આજથી જ સુરત ટ્રાફિક પોલીસના જવાનો આ લેઝર સ્પીડ ગન દ્વારા શહેરના જુદા જુદા 30 જેટલા રૂટ પર તેનાત રહેશે અને ઓવર સ્પીડ પર ચલાવનાર વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરશે.
નબી રાવ માટે ખતરાની ઘંટી
સુરત ટ્રાફિક પોલીસ ને ફાળવવામાં આવેલી લેઝર સ્પીડ ગન નબીરાઓ માટે ખતરાની ઘંટી સાબિત થશે. શહેરમાં અનેક એવા વિસ્તારોમાં નબીરાઓ બાઈક અને કાર ઓવર સ્પીડ પર ચલાવીને અકસ્માતો સર્જે છે. તે ઉપરાંત ઓવર સ્પીડ પર બાઇકો ચલવીને સ્ટંટ પણ કરતા હોય છે ત્યારે લેઝર સ્પીડ ગન આવા નબીરાઓ માટે ખતરાની ઘંટી બની રહેશે.
અકસ્માત ઘટાડવાનો લક્ષ્યાંક
આજે સુરત પોલીસ કમિશનર દ્વારા લેઝર સ્પીડ ગન ટ્રાફિક પોલીસને આપવામાં આવી હતી ત્યારે આ અંગે સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમરે જણાવ્યું હતું કે સુરત પાસે એક લેઝર સ્પીડ ગન હતી હવે સરકાર દ્વારા બીજી 30 લેઝર સ્પીડ ગન ફાળવવામાં આવી છે. આ સ્પીડ ગન સુરતમાંથી પસાર થતા સ્ટેટ હાઈવે અને શહેરના રસ્તાઓમાં ઉપયોગમાં લેવામાં આવશે. શહેરમાં ઓવર સ્પીડથી ચલાવીને અકસ્માત ઘટાડવાનો આશય છે. આ લેઝર સ્પીડ ગન થકી વાહન ચાલકો પર હવે આધુનિક તકનીકથી ધ્યાન રાખવામાં આવશે. અને ઉર સ્પીડ પર ચલાવનાર વાહન ચાલકો પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે. આ તમામ 30 સ્પીડ ગનનો ઉપયોગ આજથી જ શરૂ કરી દીધો છે. આજથી આ સ્પીડ ગન સાથે જુદા જુદા વિસ્તારોમાં પોલીસના જવાનો તેનાત કરી દેવામાં આવ્યા છે. હવે આ ટેકનિક થી ઓવર સ્પીડિંગની તકલીફ માં ઘટાડો થશે.
કેટલી કઈ રીતની સ્પીડ લિમિટ છે
સુરત પોલીસ કમિશનરી વધુમાં જણાવ્યું હતું કે નેશનલ હાઈવે પર વાહનોની ગતિ મર્યાદા 60 કિલોમીટર પ્રતિ કલાકની રાખવામાં આવી છે જ્યારે હાઇવે સિવાયના વિસ્તારોમાં મધ્યમ વાહનો માટે 40 કિલોમીટર ટુ વ્હીલર માટે 50 કિલો મીટર, થ્રી વ્હીલર માટે 35 કિલોમીટર અને ફોરવીલ માટે 60 કિલોમીટર પ્રતિ કલાકની ગતિ મર્યાદા નક્કી કરવામાં આવી છે. આ સ્પીડમાં વિસ્તાર પ્રમાણે નક્કી કરવામાં આવેલ સ્પીડ સેટ કરી દેવામાં આવી છે.
ઓવર સ્પિડિંગમાં ચલાવનારને દંડ થશે
પોલીસ કમિશનરી વધુમાં જણાવ્યું હતું કે લેઝર સ્પીડ ગનમાં વિસ્તારની લિમિટ અને વાહનોની ફાળવવામાં આવેલી લિમિટ સેટ કરી દેવામાં આવી છે. ત્યારે પોલીસ રસ્તા પર આ ગન સાથે વાહનનો ઉપર ધ્યાન રાખવામાં આવશે અને ઓવર સ્પીડિંગ નો નિયમ ભંગ કરનાર ને આ ગન થકી દંડ સહિતની કાર્યવાહી કરવામાં આવશે. ઓવર સ્પીડિંગમાં ચલાવનાર વાહન ચાલકો સામે સપોર્ટ પર જ દંડ અથવા ઈ ચલણ આપીને દંડ કરવામાં આવશે. આ ગનની બહુ સારી રેન્જ છે એટલે પોલીસને દૂરથી ખબર પડી જશે જેથી તેને સામે અગાઉથી કાર્યવાહી કરી શકાય. અને સાથે પોલીસ પાસે તેની સામેનો ડોક્યુમેન્ટરી સાયન્ટિફિક એવિડન્સ પણ હશે. જેનાથી પોલીસને દંડ કે કાયદાકીય કાર્યવાહી કરવામાં સરળતા રહેશે.