- Gujarati News
- Local
- Gujarat
- Botad
- 6360 Bajra Rotas Were Made On 300 Stoves In The Lakshminarayan Mahila Mandal Convention, Got A Place In The Golden Book Of World Records.
બોટાદ9 કલાક પહેલા
- કૉપી લિંક

ગઢડા શહેરમાં લક્ષ્મીનારાયણદેવ મહિલા મંડળ દ્વારા આંતર રાષ્ટ્રીય મહિલા અધિવેશન યોજાયુ હતું. મહિલા અધિવેશનમાં એક સાથે ત્રણસો ચૂલા ઉપર છ કલાકમાં 6,360 બાજરીના રોટલા બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ નોંધાયો હતો. ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના અધિકારી દ્વારા વર્લ્ડ રેકોર્ડની જાહેરાત કરાઈ હતી. ગઢડામાં યોજાયેલા મહિલા અધિવેશનમાં વિશેષ મહિલા આગેવાનો સહિત મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી.

આંતરરાષ્ટ્રીય મહિલા અધિવેશનનું ભવ્ય આયોજન
બોટાદ જિલ્લાના ગઢડા ખાતે અખિલ ભારતીય દક્ષિણ વિભાગ લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતી આચાર્ય મહારાજ અજેન્દ્રપ્રસાદજી તથા સર્વે સ્ત્રીભક્તોના ગુરુપદને શોભાવતા ગાદીવાળા માતૃશ્રીના આશીર્વાદ-આજ્ઞાથી તથા ડૉ.ઉર્વશીકુંવરબા ( બાબારાજા)ના માર્ગદર્શનથી અભિસિંચિત લક્ષ્મીનારાયણદેવ મહિલા મંડળ દ્વારા આજે રવિવારે સવારે 9:00 વાગ્યે ગઢડા ખાતે બોટાદ રોડ, રિલાયન્સ પેટ્રોલપંપ સામે આંતરરાષ્ટ્રીય મહિલા અધિવેશનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ. આ અધિવેશનમાં સમગ્ર દેશમાંથી બહોળી સંખ્યામાં મહિલા સેવક સમર્થકો હાજર રહ્યાં હતા.

બાજરીના રોટલા બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ નોંધાયો
આ અધિવેશન દરમિયાન મહિલાઓ દ્વારા સંચાલિત કાર્યક્રમમાં એક સાથે અનેક બાજરીના રોટલા બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ નોંધાયો હતો. આ રેકોર્ડ માટે વર્લ્ડ રેકોર્ડ સંસ્થાના પ્રતિનિધિ તરફથી હાજર રહી સમગ્ર નિદર્શન કરવામાં આવ્યું હતુ. તેમજ જણાવ્યું હતું કે, આ કાર્યક્રમમાં ત્રણસો ચૂલા ઉપર છ કલાકમાં 6,360 જેટલા બાજરીના રોટલા બનાવવામાં આવ્યા હતા. એક સાથે આટલા બધા રોટલા ઘડીને તૈયાર કરવાનું મુશ્કેલ કામ સામૂહિક રીતે સરળતાથી પૂરૂ થતા વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કરવા બદલ બાબારાજા અને સમગ્ર લોકોને અભિનંદન પાઠવ્યા હતા. આ કાર્યક્રમમાં સામાજ ઉપયોગી પ્રવૃતિઓની રૂપરેખા તથા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવ્યા હતા.
