વલસાડએક કલાક પહેલા
- કૉપી લિંક

રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના પ્લેસમેન્ટ સેલ દ્વારા વલસાડની સરકારી ઈજનેરી કોલેજ ખાતે પ્લેસમેન્ટ કેમ્પ- 2023નું આયોજન કરવામાં આવ્યું હતું. દક્ષિણ ગુજરાતની તમામ ડિગ્રી-ડીપ્લોમાં ઇજનેરી તેમજ આર્ટસ, કોમર્સ, સાયન્સ વગેરે સંસ્થાઓના વિદ્યાર્થીઓને રોજગારીની ઉત્તમ તક મળી રહે તે હેતુસર આ પ્લેસમેન્ટ કેમ્પ આયોજિત કરવામાં આવ્યો હતો. જેમાં 500 થી વધારે વેકેન્સી સામે વલસાડ જિલ્લાની 14 કોલેજોમાંથી 2352 વિદ્યાર્થીઓ પ્લેસમેન્ટ કેમ્પ માટે રજીસ્ટર થયા હતા. જેમાંથી 871 વિદ્યાર્થીઓએ ઈન્ટરવ્યું આપ્યા હતા. તે પૈકી કુલ 302 વિદ્યાર્થીઓ પ્રાથમિક તબ્બકે પસંદ થયા હતા. પસંદગી પામેલા વિદ્યાર્થીઓને કંપનીઓ તરફથી નોકરી માટે પ્રોવીઝનલ સિલેક્સન પણ આપી દેવામાં આવ્યું હતું.

ઔદ્યોગિક યુનિટ્સને પોતાની જરૂરિયાત અનુસાર યોગ્ય લાયકાત તેમજ કૌશલ્ય ધરાવતા ઉમેદવાર મળી રહે તે માટે આ પ્લેસમેન્ટ કેમ્પ ખુબ જ અગત્યનો સાબિત થયો હતો. આ પ્લેસમેન્ટ કેમ્પ ઓનલાઈન તથા ઓફલાઈન બંનેમાંથી જે અનુકુળ હોય તેમ રાખી શકાય તે પ્રકારની વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. કંપનીઓનાં પ્લેસમેન્ટ કેમ્પમાં રજીસ્ટ્રેશન કરાવવા માટે દક્ષિણ ઝોનની તમામ સરકારી અને અનુદાનિત ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ સંસ્થાઓના અધ્યાપકો તેમજ અન્ય અધિકારી-કર્મચારીઓ દ્વારા પ્રયત્નો કરવામાં આવ્યા હતા.

આ પ્લેસમેન્ટ કેમ્પમાં સમગ્ર રાજ્યમાંથી અલગ અલગ ક્ષેત્રની 54 કંપનીઓએ ભાગ લીધો હતો. જેમની કુલ 500 થી વધારે વેકેન્સી સામે વલસાડ જિલ્લાની 14 કોલેજોમાંથી 2352 વિદ્યાર્થીઓ પ્લેસમેન્ટ કેમ્પ માટે રજીસ્ટર થયા હતા. જેમાંથી 871 વિદ્યાર્થીઓએ ઈન્ટરવ્યું આપ્યા હતા. તે પૈકી કુલ 302 વિદ્યાર્થીઓ પ્રાથમિક તબ્બકે પસંદ થયા હતા. પસંદગી પામેલા વિદ્યાર્થીઓને કંપનીઓ તરફથી નોકરી માટે પ્રોવીઝનલ સિલેક્સન પણ આપી દેવામાં આવ્યું હતું.
આ પ્લેસમેન્ટ કેમ્પમાં પ્લેસમેન્ટ કેમ્પના દક્ષિણ ગુજરાત ઝોન-4 નાં ઝોનલ અધિકારી પી. પી. કોટક, સબ ઝોનલ અધિકારી પ્રોફ. કે. ડી. પંચાલ, સરકારી ઈજનેરી કોલેજ, સુરત, વલસાડ જિલ્લાના નોડલ અધિકારી ગીરીશ રાણા તથા VIA ના પ્રમુખ કલ્પેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સરકારી ઈજનેરી કોલેજના આચાર્ય ડૉ. વી. એસ. પુરાણી દ્વારા પ્લેસમેન્ટ કેમ્પમાં કામગીરી બજાવનાર સંસ્થાના ટ્રેનીંગ એન્ડ પ્લેસમેન્ટ અધિકારી એસ. ટી. પટેલ અને તેમની ટીમને તેમજ કેમ્પમાં કામગીરી કરનાર તમામ અધિકારી કર્મચારીને પ્લેસમેન્ટ કેમ્પ-2023 ના સફળતા પૂર્વક આયોજન બદલ અભિનંદન પાઠવ્યા હતા.