31 ગામ કડવા પાટીદાર સમાજ દ્વારા આયોજીત મહોત્સવમાં પહોંચી સમાજ સુરક્ષા વિભાગે 250 જેટલા દિવ્યાંગોની નોંધણી કરી | The Social Security Department registered around 250 disabled persons in the festival organized by 31 village Kadwa Patidar Samaj. | Times Of Ahmedabad

બનાસકાંઠા (પાલનપુર)એક કલાક પહેલા

  • કૉપી લિંક

બનાસકાંઠા જિલ્લા સમાજ સુરક્ષા વિભાગની કચેરી, પાલનપુર દ્વારા દિવ્યાંગ વ્યક્તિઓ માટે સામાજિક પહેલના ભાગરૂપે નોંધણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. 31 ગામ કડવા પાટીદાર સમાજ અને માનવ સેવા એ જ પ્રભુ સેવા મંડળ દ્વારા આયોજીત દિવ્ય આનંદ મહોત્સવમાં દિવ્યાંગોને પ્રોત્સાહન મળે તેવા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા અને 250 જેટલાં દિવ્યાંગ વ્યક્તિઓની નોંધણી કરવામાં આવી હતી. જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એમ. કે. જોષીએ દરેક સમાજોને પોતાના સમાજના મેળાવડા તેમજ સામાજિક કાર્યક્રમોમાં દિવ્યાંગો, વૃધ્ધો, મહિલાઓ આને બાળકોને સરકારની યોજનાઓનો સ્થળ પર લાભ મળી રહે તેવુ આયોજન કરવા તેમણે જણાવ્યું હતું તેમજ સમાજમાંથી નશાની બદીને દુર કરવાની અપીલ કરી હતી.

પાલનપુર સિવિલ સર્જનની ટીમ દ્વારા દિવ્યાંગ લોકો માટે દિવ્યાંગ સર્ટિફિકેટ કેમ્પનું આયોજન કરાયું હતું. તેમજ સમાજ સુરક્ષા અધિકારીની કચેરી દ્વારા દિવ્યાંગોને પુરા પાડવાના થતા યોજનાકીય લાભો માટે સ્ટોલ ઊભો કરવામાં આવ્યો હતો તેમજ દિવ્યાંગો માટેની કલ્યાણકારી યોજનાથી લાભાન્વિત કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post