Monday, March 13, 2023

પારડીના ઉદવાડા ઓવરબ્રિજ પાસેથી મોપેડ માંથી 312 બોટલ ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે 2 શખ્સોને LCBએ ઝડપી પાડ્યા, 6 વોન્ટેડ | LCB nabs 2 persons with quantity of 312 bottles of English liquor from moped from Udwada overbridge in Pardi, 6 wanted | Times Of Ahmedabad

વલસાડએક કલાક પહેલા

  • કૉપી લિંક

વલસાડ LCBની ટીમને મળેલી બાતમીના આધારે ઉદવાડા બ્રિજ પાસે દારૂ ભરીને પારડી તરફ આવતી બાઇકની વોચ ગોઠવી ઉભી હતી. જે દરમ્યાન ઉદવાડા રેલવે ફાટક પાસેથી પાયલોટિંગ કરી આવતી બાઇકના ચાલકે બાઈકનો યુટન મારી ભાગી ગયો હતો. જ્યારે દારૂ ભરેલી મોપેડ ચલાક યુ ટન મારી ભાગવા જતા વલસાડ LCBની ટીમે મોપેડ ઉપર સવાર 2 ઇસનોને 312 બોટલ દારૂના જથ્થા સાથે ઝડપી પાડી હતી. વલસાડ LCBની ટીમે મોપેડ અને 312 બોટલ દારૂના જથ્થા સાથે ઝડપેલાં 2 યુવકની ધરપકડ કરી કેસમાં સંડોવાયેલી 2 બહેનો સહિત 6 ઇસમોને વોન્ટેડ જાહેર કરીને LCBની ટીમે પારડી પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

વલસાડ LCBની ટીમ પારડી પોલીસ મથક હદ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. જે દરમિયાન, LCBની ટીમને મળેલી બાતમી ના આધારે દમણ થી એક મોપેડ નંબર GJ-15-DR-8892માં વિપુલ પ્રમાણમાં દારૂનો જથ્થો લઈ, પારડી તાલુકાના વિવિધ વિસ્તારોમાં સપ્લાય કરવા જઈ રહ્યા હોવાની, તથા મોપેડનું પાઇલોટિંગ કરતી બાઈક ઉપર પ્રકાશ હળપતિ તથા કેનીસ ઉર્ફે કેનું કરી રહ્યા હોવાની ચોક્કસ બાતમી LCBની ટીમને મળી હતી. મળેલી બાતમીના આધારે, LCBની ટીમ ઉદવાડા બ્રિજ પાસે બાતમી વાળા વાહનોની વોચ ગોઠવી ઉભી હતી. જે દરમિયાન, ઉદવાડા બ્રિજ પાસે પોલીસની નાકાબંધી જોઇ પાયલોટિંગ કરતી પલ્સર બાઈકના ચાલક બાઈકનો યુ ટર્ન મારી ભાગી છુટ્યો હતો. જ્યારે મોપેડ ચાલકે પણ યુ ટર્ન મારી ભાગવા જતા, પોલીસે દોડી તેઓને પકડી પાડ્યા હતા. LCBની ટીમે 312 બોટલ ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે મોપેડ ચાલક તૃષિત અરવિંદભાઈ પટેલ અને નીરજ ભીખુભાઈ પટેલની અટકાયત કરી, પૂછપરછ કરતા, દારૂનો જથ્થો ભરાવી આપનાર અર્પિત અરવિંદભાઈ પટેલ અને વિપુલ સુમનભાઈ હળપતિ તથા બાઇક ઉપર પાયલોટિંગ કરનાર પ્રકાશ ગુલાબભાઈ હળપતિ અને કેનીસ જીતુભાઈ પટેલ તથા, દારૂનો જથ્થો મંગાવનાર રીંકલ ઈશ્વરભાઈ પટેલ અને રીતુ ઈશ્વરભાઈ પટેલ મળી કુલ છ ઈસમોને વોન્ટેડ જાહેર કરી, 75000નો મુદ્દામાલ કબજે લઈ પારડી પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: