No results found

    બોટાદ નગરપાલિકા દ્વારા ટેક્સની બાકી રકમના લેણદારો સામે કડક કાર્યવાહી; 33 દુકાનો બાદ આજે 48 દુકાનોમાં જપ્તી સિલ માર્યા | Strict action by Botad Municipality against tax arrears creditors; After 33 shops, 48 shops were sealed today | Times Of Ahmedabad

    બોટાદ23 મિનિટ પહેલા

    • કૉપી લિંક

    બોટાદ નગરપાલિકાએ બાકી ટેક્સના નાણાંને લઈ કડક હાથે કામગીરી શરૂ કરી. શક્તિ શોપિંગની 33 દુકાનોમાં ગઈકાલે જપ્તી સિલ માર્યા. તો આજે વધુ 48 દુકાનોને જપ્તી સિલ માર્યા.

    બોટાદ નગરપાલિકાના વહીવટદાર અને પ્રાંત અધિકારી દિપક સતાણી તેમજ બોટાદ નગરપાલિકાના ચીફ ઓફિસર મુકેશ વાઘેલાના માર્ગદર્શન અને સૂચના મુજબ માર્ચ એન્ડિંગને ધ્યાનમાં રાખી ટેક્સની બાકી નીકળતી રકમને લઈ અવાર નવાર સૂચના આપવા છતાં તેમજ નોટિસ આપવા છતાં કોઈપણ જાતની નાણાં ભરવાની કામગીરી ન થતી હતી. જેથી નગરપાલિકાના ટેક્સ વિભાગના કર્મચારીઓ દ્વારા કડક હાથે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. નગરપાલિકા દ્વારા અગાવ પણ અનેક એવી મિલકતો કે જેમાં જપ્તી સિલ મારવાની કડક હાથે કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે ગઈકાલે 33 દુકાનોને જપ્તી સિલ મારવાની કામગીરી બાદ આજે બીજા દિવસે પણ માર્ચ એન્ડિંગને ધ્યાને લઇ બોટાદ નગરપાલિકા ટેક્સ વિભાગના કર્મચારીઓ દ્વારા બોટાદ શહેરના સિલાવર મોલ સ્વાધ્યાય મંદિર પાછળ શાક માર્કેટમાં 15 દુકાનોમાં જપ્તી સિલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી.

    અન્ય બીજા શાન શોપિંગ સેન્ટર પાવર હાઉસ રોડ પર 23 દુકાનોમાં જપ્તી સિલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે અન્ય 10 દુકાન માલિકોને 5 દિવસ પહેલા ટેક્સની રકમ ભરપાઈ કરવાની જાણ કરવામાં આવી હોવા છતાં રકમ ભરપાઈ ન કરતા આજે તે 10 દુકાનોમાં પણ જપ્તી સિલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે આજે કુલ બે શોપિંગ અને અન્ય 10 દુકાનો મળી કુલ 48 દુકાનોને જપ્તી સિલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવતા ટેક્સની બાકી રકમના લેણદારોમાં ક્યાંકને ક્યાંક ફફડાટ પણ જોવા મળી રહ્યો છે.

    અન્ય સમાચારો પણ છે…

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال