Tuesday, March 14, 2023

રાજકોટમાં મેંગો ચીલી, પરિશ્રમ, હિર પંજાબી 33 કિલો વાસી શાકભાજી મળ્યા, ફૂડ અધિકારીઓને નાશ કરતા નાકે દમ આવી ગયો | Mango Chilli, Parishram, Hir Punjabi 33 kg stale vegetables found in Rajkot, food officials suffocated by destroying | Times Of Ahmedabad

રાજકોટએક કલાક પહેલા

  • કૉપી લિંક

રાજકોટમાંનાના મવા રોડના જાણીતા રેસ્ટોરન્ટ મેંગો ચીલી, પરિશ્રમ અને હિર પંજાબીમાંથી આરોગ્ય અને ફૂડ શાખાની ટીમોએ ચેકીંગ કરતા લોકોને બિમાર પાડી દે એવું ફૂડ વાસી હાલતમાં મળ્યું હતું. જેનો નાશ કરતા ફૂડ અધિકારીઓને નાશ કરતા નાકે દમ આવી ગયો હતો.

સ્વાદના શોખીનો સર્તક રહેજો
રાજકોટમાં મહાપાલિકાની ફૂડ શાખાએ આજે નાના મવા રોડ પર ડ્રાઇવમાં જાણીતા રેસ્ટોરન્ટમાંથી વાસી ફૂડ અને શાકભાજીનો 33 કિલો જેટલો જથ્થો પકડી પાડીને નાશ કરતા સ્વાદના શોખીનોએ ઉનાળામાં સતર્ક રહેવાની ચેતવણી પણ આપી છે. વન વીક વન રોડ ઝૂંબેશ અંતર્ગત ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે શહેરના નાના મવા સર્કલ થી મોકાજી સર્કલ નાના મવા મેઇન રોડ વિસ્તારમાં આવેલ ખાધ્ય ચીજોનું વેચાણ કરતાં કુલ 22 ધંધાર્થિઓને ત્યાં ચેકીંગ કર્યું હતું.

6 પેઢીને લાઇસન્સ મેળવવા નોટિસ
નાના મવા સર્કલથી મોકાજી સર્કલ નાના મવા મેઇન રોડ વિસ્તારમાં આવેલ મેંગો ચીલી રેસ્ટોરેન્ટમાંથી વાસી અખાધ્ય પ્રિપેર્ડ ફૂડ તથા શાકભાજી નો કુલ મળી 22 કિ.ગ્રા. જથ્થો મળતા તેનો નાશ કરી સ્ટોરેજ અને હાઇજિનિક કન્ડિશન જાળવવા બાબતે નોટિસ આપી હતી. પરિશ્રમ ગાર્ડન રેસ્ટોરેન્ટમાંથી 7 કિલો વાસી અખાધ્ય પ્રિપેર્ડ ફૂડનો જથ્થો મળતા તેનો પણ નાશ કરી નોટીસ આપી હતી જયારે હીર સાઉથ પંજાબી કોર્નરમાંથી વાસી અખાધ્ય પ્રિપેર્ડ ફૂડનો કુલ મળી 4 કિ.ગ્રા. જથ્થો મળતા તેનો નાશ કરાયો હતો. જયારે 6 પેઢીને લાઇસન્સ મેળવવા તથા હાઇજિનિક કન્ડિશન જાળવવા બાબતે નોટિસ આપી હતી.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: