ધનસુરાના વેપારી દુકાન બંધ કરી ઘરે જતાં સમયે લૂંટારાઓએ ઉભા રાખી લૂંટ ચલાવી; 3.30 લાખ ભરેલી બેગ લૂંટી ફરાર | As the merchant of Dhansura closed his shop and was going home, the robbers stood up and robbed him; 3.30 lakh bag full looted and absconded | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Aravalli
  • As The Merchant Of Dhansura Closed His Shop And Was Going Home, The Robbers Stood Up And Robbed Him; 3.30 Lakh Bag Full Looted And Absconded

અરવલ્લી (મોડાસા)એક કલાક પહેલા

  • કૉપી લિંક

ભોગ બનનાર વેપારી

આજકાલ લૂંટ અને ચોરીની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે ધનસુરાના આકરૂંદ ગામ પાસે એક વેપારીને અજાણ્યા ઈસમોએ આંતરીને લૂંટ ચલાવી હતી. ધનસુરા ખાતે ટ્રેડિંગનો વ્યવસાય કરતા અનિલ પ્રજાપતિ નામનો વેપારી પોતાની દુકાન વધાવીને એક્ટિવા પર પોતાના વતન આકરૂંદ જતો હતો. તે સમયે આકરૂંદ નજીક ઓચિંતા વેપારીના એક્ટિવા આગળ આવી જઈ આરોપીઓએ વેપારીને રોક્યો હતો અને માર મારીને વેપારી પાસે રહેલા નાણાં ભરેલા બેગ ઝૂંટવીને ફરાર થઇ ગયો હતો. સમગ્ર ઘટના અંગે વેપારી અનિલ પ્રજાપતિએ પોતાના પરિવારજનોને જાણ કરતા પરિવારના લોકો ઘટનાસ્થળે આવી પહોંચ્યા અને ધનસુરા પોલીસમાં સમગ્ર હકીકત જણાવી લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. ત્યારે આ અજાણ્યા બે ઇસમો સામે ફરિયાદ નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم