પૂરઝડપે આવતા બોલેરો ચાલકે અકસ્માત સર્જ્યો; ત્રણ મહિલાઓ દ્વારા એક મહિલા સાથે મારામારીની ઘટના; 34 વર્ષીય પુરુષે અગ્નિસ્નાન કરીને જીવન ટુંકાવ્યું | A speeding bolero driver causes an accident; An incident involving three women assaulting a woman; A 34-year-old man committed suicide by taking a fire bath | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Panchmahal
  • A Speeding Bolero Driver Causes An Accident; An Incident Involving Three Women Assaulting A Woman; A 34 year old Man Committed Suicide By Taking A Fire Bath

પંચમહાલ (ગોધરા)20 મિનિટ પહેલા

  • કૉપી લિંક

પૂરઝડપે આવતા બોલેરો ચાલકે અકસ્માત સર્જ્યો
પ્રાપ્ત માહિતી અનુસાર, દાહોદ જિલ્લાના ગરાડું ખાતે રહેતા અતુલકુમાર ભાભોરે ગોધરા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, ગત 25 તારીખે સાંજના સમયે તેઓ પોતાના ટ્રેકટરમાં મહીસાગરથી આખું મીઠું ભરીને કવાંટ ખાતે જઈ રહ્યા હતા, જે દરમ્યાન તેઓ ગોધરા દામાવાવ રોડ પર મહુલિયા ગામ નજીકથી પસાર થઈ રહ્યા હતા. તે વેળાએ સામેથી પૂરઝડપે તુફાન ગાડી લઈને આવેલા ચાલકે ટ્રેકટર સાથે સામેથી અક્સ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં ટ્રેકટરમાં બેઠેલા કિશનભાઇ અને જીજ્ઞેશભાઈ રોડ પર પટકાતા ઈજાઓ પહોંચી હતી. આ અકસ્માતમાં ટ્રેકટરની ટ્રોલી પલ્ટી ખાઇ જતાં મીઠું ઢોળાઇ ગયું હતું. પોલીસે તુફાન ગાડીના ચાલક સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ત્રણ મહિલાઓ દ્વારા એક મહિલા સાથે મારામારીની ઘટના
પ્રાપ્ત માહિતી અનુસાર, ગોધરા શહેરના અંકલેશ્વર મહાદેવ રોડ પર રહેતા કલ્પનાબેન રાવળે ગોધરા શહેર A-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, ગત 25 તારીખે બપોરના સમયે અમીષાબેન રાવળ અને હિનાબેન ભોઇએ ગટર ઉભરાવા જેવી નજીવી વાતે કલ્પનાબેનના માતાને અપશબ્દો બોલતા હતા. જ્યારે વચ્ચે છોડાવવા પડેલા કલ્પનાબેનને મંગળાબેન ભોઈએ ગડદાપાટુનો માર માર્યો હતો. ત્રણેય મહિલાઓએ ભેગા મળીને કલ્પનાબેનના માતાને જાનથી મારી નાંખવાની ધમકી આપીને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. તેમજ ત્રણેય મહિલાઓએ ભેગા મળીને કલ્પનાબેનના માતાને વેલણ વડે માર મારીને બેભાન કરી દીધા હતાં. ત્યારે સમગ્ર મામલે ગોધરા શહેર A-ડિવિઝન પોલીસે મારામારીની ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

34 વર્ષીય પુરુષે અગ્નિસ્નાન કરીને જીવન ટુંકાવ્યું
પ્રાપ્ત માહિતી અનુસાર, મોરવા હડફ તાલુકાના માતરિયા વેજમા ગામે આવેલ નવી વસાહત ખાતે રહેતા મુકેશભાઈ ડામોરે મોરવા હડફ પોલીસ મથકે અકસ્માતે મોત અન્વયે ફરિયાદ આપી હતી, જેમાં તેઓએ જણાવ્યું હતું કે તેઓના 34 વર્ષીય પિતરાઈ ભાઈ બાબુ ડામોરે ગત 23 તારીખે સાંજના સમયે પોતાના ઘરની પાછળ આવેલા ખુલ્લા ખેતરમાં અગમ્ય કારણોસર પોતાના શરીર પર પેટ્રોલ છાંટીને દીવાસળી ચાંપીને અગ્નિસ્નાન કરી લીધું હતું. આ ઘટનામાં બાબુ ડામોર દાઝી જતાં તેઓને સારવાર માટે ખસેડાયા હતા, પરંતુ સારવાર દરમ્યાન તેઓનું મૃત્યુ નીપજયું હતું.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post