ભાવનગરના કુંભારવાડામાં વિસ્તાર નાના-મોટા 35 જેટલા દબાણો દુર કરાયા | In Kumbharwada of Bhavnagar, about 35 small and large areas were removed | Times Of Ahmedabad

ભાવનગર27 મિનિટ પહેલા

  • કૉપી લિંક

શહેરના વિવિધ વિસ્તારોમાં છેલ્લા એક-બે મહિનાથી ગેરકાયદેસર દબાણ હટાવવાની ઝુંબેશ મહાપાલિકાના કમિશનર દ્વારા કરાવવામાં આવી છે. જેના ભાગરૂપે આજરોજ શહેરના કુંભારવાડા મોતીતળાવ વિસ્તારમાંથી કોર્મશીયલ 35થી વધુ ગેરકાયદેસર નાના-મોટા દબાણો દૂર કરાયા હતા.

35 જેટલા દબાણો હટાવ્યા
ભાવનગર મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા નાયબ કમિશનરની સીધી સૂચના હેઠળ રાઉન્ડ દરમિયાન શહેરના કુંભારવાડા મોતીતળાવ વિસ્તારમાંથી કોર્મશીયલ ગેરકાયદેસર કરાયેલ પાકા 35 નાના-મોટા દબાણો કરાયા હતા તથા શિવાજી સર્કલ પાસેથી 6 જેટલી લારીઓ જપ્ત કરવામાં આવી હતી.

એક સપ્તાહમાં 100થી વધુ દબાણો હટાવ્યા
દબાણ હટાવ વિભાગનો કાફલો કુંભારવાડા વિસ્તારમાં પહોંચ્યો હતો અને રસ્તા પર રાખેલા ગેરકાયદે લારી-ગલ્લા, કેબીનો ક્રેઇનની મદદ વડે જપ્ત કરવામાં આવી હતી. આ ઉપરાંત પાકા બનાવાયેલા ઓટલા સહિતના બાંધકામો પણ જેસીબીથી તોડી પાડવામાં આવ્યા હતાં. છેલ્લા એક સપ્તાહમાં મહાપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાંથી 100થી વધુ લારી-ગલ્લા અને કેબીનો જપ્ત કરવામાં આવી હોવાનું દબાણ હટાવ વિભાગના વડા ફાલ્ગુનભાઇ શાહેએ જણાવ્યું હતું.

દબાણકર્તાઓ એ જાતે દબાણો દૂર કર્યા
આ અંગે દબાણ હટાવ વિભાગના વડા ફાલ્ગુનભાઇ શાહેએ જણાવ્યું હતું કે, આજરોજ શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલ મોતીતળાવ વિસ્તારમાંથી સવારથી જ દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અને 35થી વધુ કોમર્શિયલ ગેરકાયદેસર દબાણો હટાવવામાં આવ્યા હતા જ્યારે અમુક દબાણકર્તાઓ એ જાતે જ દબાણો દૂર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم